Western Times News

Gujarati News

સરકારી બેન્કોના કર્મીઓની ૨૬મી નવેમ્બરે હડતાળ

પ્રતિકાત્મક

અમદાવાદ: કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર ૨૬મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ વિરોધી, કિસાન વિરોધી નીતિઓના વિરોધમાં કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

આ હડતાળમાં બેન્કિંગ સેક્ટરના સૌથી મોટા કર્મચારી સંગઠન ઓલ ઈન્ડિયા બેંક એમ્પોલોઈઝ અને બેંક એપ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેલ છે. આ હડતાળને મહાગુજરાત બેંક એપ્લોઈઝ એસોસિએશને પણ ટેકો આપ્યો છે.

મહાગુજરાત બેંક એપ્લોઈઝે એસોસિએશનને આ હડતાળનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે, સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની સામાન્ય માગો ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ પાછો ખેંચવા, બેંકોમાં જમા રકમ પર વ્યાજ વધારવા, કોર્પોરેટ હાઉસો પાસેથી એનપીએની વસુલાત માટે કડક કાર્યવાહી કરવા,

કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવા, આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકવા, ખાલી પદો વિના વિલંબે ભરવા, ૩૧ માર્ય ૨૦૧૦ પછી યોગદાન કરનારા બેંકકર્મીઓ માટે એનપીએસને બદલે જૂની પેન્શન યોજના અમલી કરવા સહિતની માગોને લઈને બેંકના કર્મચારીઓએ હડતાળ પર જવાનો ર્નિણય કર્યો છે.

આ ઉપરાંત તેમની માગ છે કે, નાણાકીય સેક્ટરોના ખાનગીકરણને રોકવામાં આવે તેમજ સરકારી કંપનીઓ અને સેવાઓ જેમકે રેલવે અને ઓર્ડિનન્સ ફેક્ટરીઓનું ઔદ્યોગિકરણ રોકવામાં આવે.

સરકારી અને પીએસયુ કર્મચારીઓને બળજબરી નિવૃત્ત કરવાના સર્કુલરને પાછો ખેંચવાની પણ તેમની માગણી છે. ઈનકમ ટેક્સ ભરવાનો ન થતો હોય

તેવા પરિવારને દર મહિને ૭૫૦૦ રૂપિયા કેશ ટ્રાન્સફરની છૂટ આપવા, જરૂરિયાતમંદ વ્યક્તિઓને દર મહિને ૧૦ કિલો રાશન આપવા, મનરેગામાં વર્ષમાં કામના દિવસો ૨૦૦ કરવા તેમજ ખેડૂત વિરોધી અને શ્રમિક વિરોધી કાયદાઓને પાછા ખેંચવા સહિતની તેમની માગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.