Western Times News

Gujarati News

નિવાર વાવાઝોડું ત્રણ રાજયોમાં ત્રાટકી શકે છે

નવીદિલ્હી, નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સએ ચક્રવાત નિવારને ધ્યાને લઇ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે ૩૦ ટીમોને તહેનાત કરી છે આ વાવાઝોડુ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને પુડીચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકતે છે એનડીઆરએફની એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ૧૨ ટીમોની પૂર્વ તહેનાતી કરવામાં આવી છે બીજી તરફ ૧૮ અન્ય રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોડીચેરીમાં તહેનાતી માટે તૈયાર છે.

આ ટીમોને પ્રભાવિત વિસ્તારોથી સ્થાનિક લોકોને ખસેડવામાં સહાયતા પહોંચાડવા સહિત રાહત અને બચાવ કાર્યો માટે સ્થાનિક અધિકારીઓ સાથે સમન્વય કરીને તહેનાત કરવામાં આવશે એનડીઆરએફની એક ટીમમાં કાર્યોને જાેતા લગભગ ૩૫થી ૪૫ જવાન હોય છે અને તેમની પાસે વૃક્ષ અને થાંભલાને કાપાના મશીનો સામાન્ય દવાઓ અને પ્રભાવિતોને મદદ કરવા માટે અન્ય સંસાધન હોય છે.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અહીં બેઠક યોજી અને વાવાઝોડાને ધ્યાને લઇ અનેક ઉપાયો પર વિચાર કરવાની સાથે જ સંબંધિત રાજય સરકારો સહિત અનેક પક્ષોને પ્રભાવિત ક્ષેત્રોમાં કોઇનો પણ જીવ ન જાય અને સામાન્ય સ્થિતિ વહેલી તકે પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો. આંધ્રપ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને ૨૫ નવેમ્બરે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રની વચ્ચે દરિયાકાંઠા વિસ્તારને પાર કરી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.