Western Times News

Gujarati News

પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલનું ગૌરવ

ધોરણ-૧૦ નો વિદ્યાર્થી કાવ્ય સ્પર્ધા માં જિલ્લા માં બીજા સ્થાને આવ્યો .

(પ્રતિનિધિ) પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શેઠપીએન્ડ આર હાઇસ્કુલ ખાતે ધોરણ-૧૦ નો વિદ્યાર્થી ઓનલાઈન કાવ્ય સ્પર્ધા માં જિલ્લા માં બીજા ક્રમે આવ્યો તો વિધાર્થી ને કાવ્ય સ્પર્ધા માં પુરસ્કાર તરીકે અગિયાર હજાર નો ચેક અને સર્ટીફીકેટ આપવામાં આવ્યુ.

પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત શેઠપીએન્ડ આર હાઇસ્કુલ ખાતેમાધ્યમિક વિભાગમાં ધોરણ દશ માં અભ્યાસ કરતો વિધાર્થી છગન ભરવાડ દ્વારા તાજેતરમાં જ ગુજરાત ગૌરવ દિન ઉજવણી ના ભાગ રૂપે ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા ચિત્ર અને નિબંધ સ્પર્ધા નું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું

આ સ્પર્ધામાં જેમાં પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ નો વિદ્યાર્થી છગન ભરવાડ દ્વારા કાવ્ય સ્પર્ધા માં ભાગ લીધો જેમાં જિલ્લા માં બીજા સ્થાને આવ્યો હતો તો વિધાર્થી છગન ભરવાડ ને પુરસ્કાર તરીકે અગિયાર હજાર નો ચેક અને સર્ટીફીકેટ આપવામાં આવ્યુ તો છગન ભરવાડે પરિવાર સમાજ તથા શાળાનું નામ રોશન કર્યુ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.