Western Times News

Gujarati News

પાંચ સરકારી યોજના ૭.૬% સુધીનું વ્યાજ આપી રહી છે

Files Photo

નવી દિલ્હી: કોઈ પણ વ્યક્તિની બચત તેના સારા અને ખરાબ સમયમાં હંમેશા કામમાં આવે છે. રોકાણ કરવું ભવિષ્યને સુરક્ષિત કરવાના હિસાબથી એક સારો ર્નિણય માનવામાં આવે છે. એવામાં સ્મોલ સેવિંગ સ્કીમ્સ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે.

આ યોજનાઓ ગ્રાહકોને ૭.૬ ટકા સુધીનું ઊંચું વ્યાજ આપે છે. ૧૫ વર્ષની લોક ઇન અવધિવાળા પીપીએફ. સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર જેવી યોજનાઓ ઘણું સારું રિટર્ન આપી રહી છે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં નાણા જમા કરાવવા પર ઇન્કમ ટેક્સની છુટ પણ મળે છે. આ પ્રકારથી આ સ્કીમ સૌથી બચત માટેની સૌથી સારી યોજના બની જાય છે.

જો તમે પીપીએફમાં ૪૦૦૦ રૂપિયા દર મહિને જમા કરાવો તો તમે કુલ મળીને ૧૫ વર્ષમાં ૭.૨૦ લાખ રુપિયા જમા કરશો. બીજી તરફ જમા નાણા પર તમને ૫.૮૧ લાખ રૂપિયા જેટલું વ્યાજ મળશે.

આ રીતે કુલ મળીને ૧,૩૦૧,૮૨૭ રૂપિયા પરત મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે છે. તેમાં રોકાણકારોને ૭.૬ ટકાનું રિટર્ન મળે છે.

આ યોજના હેઠળ રોકાણકારોને ખાતું ખોલાયાની તારીખથી ૧૫ વર્ષની અવધિ સુધી રકમ જમા કરાવવાની હોય છે.

જમા કરવામાં આવતી મહત્તમ રકમ ૧૫૦૦૦૦ હોઇ શકે છે. ખાતું ખોલાયાની તારીખથી ૨૧ વર્ષ બાદ એકાઉન્ટ મેચ્યોર થાય છે. આ રોકાણ યોજના હેઠળ ઇન્કમ ટેક્સના અધિનિયમની કલમ ૮૦ઝ્ર મુજબ ૧.૫ લાખ રૂપિયાનો મહત્તમ ટેક્સ લાભ પ્રાપ્ત કરી શકાય છે. નેશનલ પેન્શન સ્કીમમાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૦૪માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરી હતી.

૨૦૦૯માં તેને ખાનગી સેક્ટરના કર્મીઓ માટે પણ શરૂ કરી દેવામાં આવી. તેમાં લાંબી અવધિમાં રોકાણ કરી નિવૃત્તિ બાદ જ્યાં મન્થલી પેન્શનની સગવડ ઊભી કરી શકો છો. બીજી તરફ એકસાથે રકમ મેળવવાની પણ જોગવાઈ છે. ઇન્કમ ટેક્સ અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦ સી હેઠળ એનપીએસ ૫૦૦૦૦ અને તેનાથી વધુની વધારાના કપાતની જોગવાઈ છે.

સીનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમમાં ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના ભારતીય નાગરિક વ્યક્તિગત કે સંયુક્ત રીતે આ યોજના હેઠળ મહત્તમ ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજનાનો પ્રારંભિક કાર્યકાળ પાંચ વર્ષનો છે, જેને ત્રણ વર્ષની અવધિ માટે માત્ર એક વાર વધારી શકાય છે.

આ યોજના હેઠળ ૭.૪ ટકા વ્યાજ મળે છે જે ક્વાટરના આધાર પર મળે છે. આ યોજના હેઠળ જમા રકમ કલમ ૮૦ઝ્ર હેઠળ વાર્ષિક ૧૫૦૦૦૦ રૂપિયા સુધીના કપાતને યોગ્ય છે.

આ યોજના હેઠળ મળનારું વ્યાજ ટેક્સેબલ છે પરંતુ ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ ૮૦ ટીટીબી હેઠળ રોકાણકાર આ યોજના હેઠળ પ્રાપ્ત વ્યાજ પર ૫૦૦૦૦ રૂપિયા સુધી કપાતનો દાવો કરી શકે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ૫ વર્ષની પરિપક્વતાની સાથે એક નિશ્ચિત આવક યોજના છે જેમાં વ્યાજને ડિફોલ્ટ રૂપથી રીઇનવેસ્ટ કરવામાં આવે છે.

એક રોકાણકાર વાર્ષિક ૧.૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ ઉપરાંત મળતું વ્યાજ ટેક્સ બ્રેકની અંદર સામેલ કરવામાં આવે છે. આ યોજનાના લાભની સાથે ૫ વર્ષ માટે એક સ્થિર રિટર્ન પ્રાપ્ત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.