Western Times News

Gujarati News

ઘર પાસે રમતા-રમતા પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા અંકલેશ્વરના ત્રણ વર્ષના બાળકનું મોત

માતા-પિતાએ આખી રાત બાળકને શોધ્યો તેમ છતાં ન મળતા પોલીસને જાણ કરી હતી : પોલીસે ઘરની આસપાસ શોધખોળ કરતા બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં ત્રણ વર્ષીય બાળક રમતા-રમતા પાણીની ટાંકીમાં ડૂબી જતા મોત નીપજ્યુ છે.બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસેઆ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં રવિવારની રાત્રે ત્રણ વર્ષીય શહેજાદ નામના બાળકને માતા સુવડાવી રહી હતી.

આ સમયે અચાનક બાળક ઘરની બહાર રમવા માટે જતો રહ્યો હતો.માતાને જાણ થતાં પરિવારને જાણ કરી હતી અને આખી રાત માતા-પિતાએ શહેજાદને શોધ્યો હતો.પરંતુ તેનો કોઈ અત્તો પત્તો નહિ મળતા આખરે 3 વર્ષના શાહબાઝના ગુમ થવા અંગેની ફરિયાદ આપવા તેના પિતા અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આવતાં પોલીસે મામલાને ગંભીરતાથી લીધી હતી. પોલીસે તેની ફરિયાદ નોંધવા સાથે વિસ્તારમાં આવેલાં સીસીટીવી ફૂટેજ તપાસી બાળકની ભાળ મેળવવા માટેની કવાયત શરૂ કરી હતી.અંક્લેશ્વર પંથકમાં માસુમ બાળકો સાથે વારંવાર અણબનાવની ઘટનાઓ સામે આવતી રહે છે.ત્યારે બાળકના ગુમ થવાથી અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં.

બીજી તરફ આજે તેનો મૃતદેહ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મળી આવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.તેમ છતાં અન્ય કોઈ કારણથી તેનું મોત થયું છે કે કેમ તે જાણવા તેનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું.
કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં આફતાબ શેખ પહેલાં પરિવાર સાથે અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં રહેતા હતા.જે બાદ છેલ્લા એક મહિનાથી પરિવાર સાથે લક્ષ્મીનગર ખાતે રહેવા માટે આવ્યા હતા.હાલમાં તેઓ નવા જ રહેવા આવ્યા હોઈ પરિવારજનો વિસ્તાર થી વાકેફ ન હતા અને બાળકો પણ વિસ્તાર થી અજાણ હોઈ રાત્રીના સમયે ઘરેથી નિકળેલો શહેબાઝ રસ્તો ભુલી ગયો હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.