Western Times News

Gujarati News

તારક મહેતા સિરિયલના લેખકે આત્મહત્યા કરી લીધી

મુંબઈ, ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી દીધી છે, જેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. અભિષેક લાંબા સમયથી આ સીરિયલ માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા સામે આવી રહેલી જાણકારી મુજબ અભિષેકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે જેમાં તેણે ‘આર્થિક પરેશાનીઓ’નો ઉલ્લેખ કર્યો છે. અભિષેકે ગત સપ્તાહે આત્મહત્યા કરી હતી અને તેના પરિવારનો આરોપ છે કે તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.

અભિષેકના પરીવારના સભ્યો એન દોસ્તોનો આરોપ છે કે તેના મોત બાદથી જ તેની સાથે છેતરપિંડી કરનારાઓ તરફથી સતત ફોન આવી રહ્યા છે કે તેમના પૈસા પરત કરી દો કારણ કે અભિષેકે તેમને લોનમાં ગેરંટર બનાવ્યા હતા. અભિષેક મકવાણા ૨૭ નવેમ્બરે પોતાના કાંદિવલીના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ ચારકોપ પોલીસે આ મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો.

આ મામલામાં પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો છે કે અભિષેકના ઇ-મેઇલ્સથી ફાઇનાન્સિયલ ફ્રોડની વાત સામે આવી છે. આ ઉપરાંત પોલીસના જણાવ્યા અનુસાર અભિષેકની સુસાઇડ નોટમાં પણ આર્થિક છેતરપિંડીની વાત સામે આવી છે, જે તેઓ ઘણા મહિનાથી સહન કરી રહ્યા હતા. પરંતુ અભિષેકે આ બાબતે કોઈને કંઈ લખ્યું નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.