Western Times News

Gujarati News

મેઘાલયમાંથી વિસ્ફોટકો અને ડેટોનેટરની સાથે છ ઝડપાયા

શિલોંગ, મેઘાલયના ઇસ્ટ જયંતિયા હિલ્સ જીલ્લામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને ડેટોનેટર સાથે ૬ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે આરોપીઓની કારમાંથી ૧૦ પેટીમાં ૨૫૦ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી (૨૦૦૦ જિલેટિન સ્ટિક્સ), ૧૦૦૦ ડેટોનેટર જપ્ત કર્યુ હતું.

જિલ્લા પોલીસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ખાસ બાતમીને આધારે ચાર કિમીના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું. જે દરમિયાન અહીંના કોંગોંગ વિસ્તારમાં અસામની કાર પકડાઇ હતી. જેમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ હતી.

પોલીસના જણાવ્યા મુજબ કાર સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરાઇ હતી અને પૂછપરછમાં પ્રાપ્ત માહિતી મુજબ અન્ય એક સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી આશરે ૧૨૭૫ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી (૧૦,૨૦૦ જિલેટિન સ્ટિક્સ) અને ૫૦૦૦ ડેટોનેટર જપ્ત કરાયા હતા. સ્થળેથી અન્ય ચાર આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસની માહિતી મુજબ અભિયાન દરમિયાન કુલ ૧૫૨૫ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ હતી. આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતાં જીલ્લા પોલીસે સતર્કતા સાથે આગળની તપાસ હાથ ધરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.