Western Times News

Latest News from Gujarat

રાજ્યમાં ૪ દિવસમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી

અમદાવાદ , શહેરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે હવે અમદાવાદ સહિત ૧૨ શહેરોનું તાપમાન ઘટ્યું છે. ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જાેવા મળ્યો છે. જ્યારે હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં ઠંડીમાં સખત વધારો થઇ શકે છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં અનેક શહેરોમાં ઠંડીમાં વધારો નોંધાઇ શકે છે.  અમદાવાદ સહિત ૧૨ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે થોડા દિવસથી પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવે ફરીથી પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વીય ઠંડા પવો શરૂ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન ૨થી૩ ડિગ્રી ગગડીને ૧૨થી ૧૭ ડિગ્રી પહોંચ્યું છે.

આગામી ૪ દિવસમાં ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જાેકે ગુરૂવારે પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ આજે અમદાવાદમાં સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers