Western Times News

Gujarati News

રશિયન રસી સ્પુટનિક આવી પહોંચી, એરપોર્ટ પર ખાસ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયા

નવી દિલ્હી, રશિયાએ તૈયાર કરેલી કોરોનાની રસી સ્પુટનિક ફાઇવનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો હતો. આ રસીના ટ્રાન્સપોર્ટેશનમાં કોલ્ડ ચેન જળવાઇ રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

આ રસીના સ્ટોરેજ માટે પાટનગર નવી દિલ્હીના અને હૈદરાબાદના એરપોર્ટ પર ખાસ કોલ્ડ સ્ટોરેજ ઊભાં કરાયાં હતાં. મોસ્કોથી આસમાની રંગના કન્ટેનરમાં આ રસી રવાના કરાઇ હતી. મોસ્કોથી દિલ્હી સુધીના તમામ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સતત એકધારી કોલ્ડ ચેન જાળવી રાખવામાં આવી હતી. આ રસી ચોક્ક્સ ટેમ્પરેચર પર જ સરુક્ષિત રહે છે એટલે એ તાપમાન જળવાઇ રહે એ રીતે કોલ્ડ ચેન જાળવી રાખવામાં આવી હતી.

આ રસીને બેથી આઠ ડિગ્રીના ટેમ્પરેચરમાં રાખવા ખાસ કન્ટેનર તૈયાર કરાયા હતા. એમાં રસીને ભર્યા બાદ કેન્ટેનરને સીલ કરી દેવાયા હતા.

મોસ્કો એરપોર્ટ પર આ રસીના કન્ટેનર કાર્ગો વિસ્તારમાં પહોંચ્યા બાદ ખાસ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી કન્ટેનર વિમાનમાં  મૂકાયા હતા અને એજ રીતે દિલ્હી તથા હૈદરાબાદ એરપોર્ટ પર ઊતારીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.