પ્રધાનમંત્રીએ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મહાન ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું. તેમના વિચારો અને આદર્શો લાખો લોકોને શક્તિ આપે છે. તેમણે રાષ્ટ્ર માટે જે સપના જોયા હતા તે પૂરા કરવા માટે આપણે કટિબદ્ધ છીએ.”
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારત રત્ન બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે “હું બાબાસાહેબને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નમન કરું છું, જેમણે દેશને ભવિષ્યવાદી અને સર્વગ્રાહી બંધારણ આપ્યું હતું, જેનાથી દેશમાં વિકાસ, સમૃદ્ધિ અને સમાનતાનો માર્ગ મોકળો થયો. બાબાસાહેબના પદચિન્હો પર મોદી સરકાર દાયકાઓથી વિકાસ પ્રક્રિયામાંથી બાકાત રહેલા વંચિત વર્ગના કલ્યાણ માટે કામ કરવા કટિબદ્ધ છે”