Western Times News

Latest News from Gujarat

પુનિત પાઠક ફિઆન્સે નિધિ સાથે ૧૧મીએ લગ્ન કરશે

મુંબઈ: કોરિયોગ્રાફર અને ‘ખતરોં કે ખિલાડી’નો વિનર પુનિત પાઠક ફિઆન્સે નિધિ મુનિ સિંહ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ લગ્ન કરશે. પુનિત અને નિધિએ પોતાના લગ્નની તારીખ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને જાહેર કરી હતી. એક સપાટી પર ૧૧.૧૨.૨૦૨૦ તારીખ લખેલી તસવીર શેર કરતાં પુનિતે લખ્યું, તારીખ જે હંમેશા અમારી સાથે રહેશે. તારીખ જે અમને હંમેશા માટે બદલી નાખશે. ૧૧/૧૨/૨૦૨૦ એક નવા ચેપ્ટરની શરૂઆત થવા જઈ રહી છે! ચેપ્ટરમાં જેમાં હું, તું અને હમ (આપણે)ની સુંદર વાર્તાઓ હશે. નિધિએ પણ ૧૧ તારીખની તસવીર શેર કરતાં લખ્યું, “સાત જન્મની આ પહેલી તારીખ છે. ઉલ્લેખનીય છે કે, પુનિતે ઓગસ્ટ મહિનામાં ગર્લફ્રેન્ડ નિધિ સાથે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ૨૬ ઓગસ્ટે પુનિત અનને નિધિની સગાઈ થઈ હતી.

તેમણે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની વિવિધ તસવીરો શેર કરી હતી. નિધિ અને પુનિત અવારનવાર એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. તેમની જાેડી સુંદર લાગે છે. હાલમાં જ પુનિત અને નિધિએ ફ્રેન્ડ તેમજ કો-સ્ટાર આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના રિસેપ્શનમાં હાજરી આપી હતી. પુનિત અને નિધિએ લગ્નમાં આમંત્રિત મહેમાનો માટે ખાસ તૈયારી શરૂ કરી દીધી છે. વર અને કન્યા પોતાના હાથે મહેમાનો માટે ખાસ ડ્રિંક બનાવી રહ્યા છે. જેનો વિડીયો પુનિતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

પુનિતે વિડીયો શેર કરતાં લખ્યું, “અમે અમારા ગેસ્ટ માટે કંઈક ખાસ કર્યું છે. અમારી વેડિંગ પાર્ટી માટે અમે ૮ દિવસ પહેલા જ આ બનાવ્યું છે. આ વ્હીસ્કી ૮ દિવસ સુધી આ બેરલમાં પ્રિઝર્વ રહેશે. આ દુલ્હા-દુલ્હન સ્પેશિયલ છે. આ વિડીયો પર કોરિયોગ્રાફર અને ડાન્સ રિયાલિટી શોના જજ ટેરેન્સ લૂઈસે કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું, “આ સહેલું નથી. હું ત્યાં હાજર નહીં રહી શકું. પણ તમે મારા વતી એક ગ્લાસ તમારા સ્વાસ્થ્ય અને જીવનભરના સંગાથ માટે પીજાે. હંમેશા ખુશ રહો. હું પાછો આવીશ ત્યારે આપણે પાર્ટી કરીશું.” મતલબ કે, ટેરેન્સ લૂઈસ પુનિત અને નિધિના લગ્નમાં હાજરી નહીં આપી શકે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers