Western Times News

Gujarati News

અમદાવાદથી નીકળેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે મોત

Files Photo

સાબરકાંઠા: હિંમતનગર – શામળાજી હાઇવે પર ગંભોઇ પાસે બુધવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા સ્કોર્પિયો જીપ રોડની બાજુના પિલ્લર સાથે અથડાઇને પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતા ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે ત્રણ ઇજાગ્રસ્તોને ૧૦૮મા હિંમતનગર સિવિલમાં ખસેડયા હતા.

જ્યારે ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના રહીશો છે. આ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ પણ લગાડેલી હતી. મૃતકોના નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો. પરંતુ ક્રેઇનથી ગાડી ખસેડ્યા બાદ ટ્રાફિક સામાન્ય બન્યો હતો.

મૃતકોના પરિવારજનોને જાણ થતા તે લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સાબરકાંઠા ઃઠંડીનું જાેર વધતા જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર શરૂ થઈ છે. હિંમતનગરના ગાંભોઈ નજીક કરણપુર પાસે ગઈકાલે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો પલટી જતા ચાલક સહિત ત્રણના મોત નિપજ્યા છે. તો ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. ત્રણેય મૃતક યુવાનો અમદાવાદના રહીશ છે. અકસ્માતની જાણ ગાભોઈ પોલીસને થતા તાત્કાલિક પી એસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહતી અનુસાર, ગંભોઈ પાસે રાત્રે અમદાવાદથી નીકળેલી સ્કોર્પિયો કાર પલટી ગઈ હતી. જીજે ૨૭ એપી ૪૪૮૬ નંબરની કારમાં સવાર થઈને અમદાવાદથઈ કેટલાક લોકો નીકળ્યા હતા. રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો કારમાં છ લોકો સવાર હતા. જેમાથી ત્રણના મોત નિપજ્યા છે. કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા નામના મુસાફરોનું મોત નિપજ્યું છે.

આ તમામ મુસાફરો અમદાવાદ ના અમરાઈવાડી અને નિકોલના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તો સાથે જ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ બન્યા છે. ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ માં હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.