Western Times News

Latest News from Gujarat

લિવરને લગતી કોઈપણ સમસ્યા હોય તો….

9825009241

લિવર-યકૃતનું કાર્યઃ યકૃતનું મુખ્ય કાર્ય પિત્ત બનાવી પાચનક્રિયામાં સહાયતા કરવી. આમ તો પિત્ત શરીરમાં ઘણું કાર્ય કરતું હોય છે, જેનું વર્ણન પણ કરીશું. યકૃત વધારે શર્કરા રક્તમાં જવા દેતું નથી. વધારે પડતા શર્કરાના સેવનને યકૃત શર્કરાજન ગ્લુકોઝન)બનાવી દે છે, જે યકૃતમાં જીવનકોષોમાં સુરક્ષિત રહે છે અને જ્યારે ખાંડ, સાકર સેવન ઓછું થાય ત્યારે શરીરને શર્કરાની ઊણપની પૂર્તિ કરે છે. આ રીતે યકૃત શર્કરાને આય અને વ્યયના નિરીક્ષકનું કાર્ય કરે છે.

યકૃતમાં સોજાે હોય તો આ ક્રિયામાં તકલીફ પડે છે અને શર્કરાનું પાચન વિધિવત્‌ થતું નથી અને એટલે જ યકૃતનો સોજાે હોય તેવા દર્દીને મીઠી ચીજાેની પરેજી કરવામાં આવે છે. યુરિયા, યુરિક એસિડ વગેરે પર્દાથોને યકૃત જ બનાવે છે. આ પદાર્થ મૂત્ર દ્વારા બહાર નીકળતા રહે છે. ક્યારેક ક્યારેક શરીરમાં ખાસ કરીને પાચનતંત્રમાં કેટલાંક વિષેલા એટલે કે ઝહેરીલા પદાર્થો બનતા હોય છે, જ્યારે આ વિષેલ પદાર્થ યકૃતમાં પહોંચે છે તો યકૃત તેને પ્રતિકારક દ્રવ્ય બનાવી દે છે, જેનાથી આ દ્રવ્ય શરીરને નુકસાન પહોંચાડતું નથી. યકૃત આ રીતે શરીરની રક્ષા કરે છે. પ. આહાર પચીને તેના રસથી રક્ત બને છે. આયુર્વેદ મતાનુસાર યકૃતમાં રંજક પિત્તનું સ્થાન છે. આ રંજક પિત્ત આહાર રસને રંગીને રક્ત બનાવી દે છે. આ રીતે યકૃત શરીરનું બહુ મહત્ત્વનું પરમોપયોગી ગ્રંથિ છે.

લક્ષણઃ યકૃતમાં પીડા અને તેને દબાવવાથી દુખાવો થવો, યકૃત વધી જવું, મોઢામાં કડવાશ રહ્યા કરે, પેટમાં આફરો ચડ્યા કરે, જેનાથી બહુ તકલીફ થયા કરે, પેટમાં થોડો થોડો દુખાવો કે પીડા રહ્યા જ કરે, ક્યારેક દુખાવો વધી જતો હોય છે. વમન, અતિસાર ક્યારેક કબજિયાત, બળતરા માથામાં દુખાવો, જીભ પર મેલ જામી જવો, શરીર કાન્તિહીન થઈ જવું, મનમાં અપ્રસન્નતા, પેટમાં ભારેપણું લાગવું ને ભોજન બરાબર પચવું નહિ, થોડો તાવ રહેવો, અને શરીરમાં પીળાશ દેખાવવી કે કમળો થઈ જવો જેવાં લક્ષણો હોય છે.

ઊંઘ ઓછી થઈ જવી, હૃદયની ગતિ તેજ થઈ જવી. ઘણાં દર્દીને તો હાઈ બ્લડપ્રેશર થઈ જતું હોય છે. થોડા પરિશ્રમથી પણ વધારે થાક લાગી જવો, ચક્કર આવવાં, છાતીમાં બહુ દુખાવો થઈ જાય, સ્વાભાવ ચીડચીડો થઈ જવો વગેરે લક્ષણો જાેવા મળે છે. લીધેલું ભોજન જાણે કે પેટમાં પહોંચ્યું જ નથી ને ઉપર હોય તેવું અનુભવાય છે.

યકૃતને અંગ્રેજીમાં લિવર કહેવાય છે. લિવરમાં સોજાે આવે અથવા લિવર વધી જાય તો આયુર્વેદ તેને ઉદરરોગ અંતર્ગત માને છે. ઉદરના રોગ આઠ પ્રકારના માનવામાં આવે છે. યકૃતના સોજાનું કારણ – ફાસ્ટ ફૂટ, અધિક ગરિષ્ઠ કે ચટપટું ભોજન, શરાબનું વધારે પડતું સેવન, આળસુ સ્વભાવ એટલે કે શારીરિક શ્રમ ન કરવો, અનુચિત ભોજન કે પછી ટાઇફોઈડનો તાવ કે મલેરિયાનો તાવ આવવાથી પણ લિવરમાં સોજાે આવી જતો હોય છે. આવી સ્થિતિમાં ઝાડા થઈ જવા, ખોરાક બરાબર પચે નહિ અને કબજિયાત વગરે પણ આ રોગના લીધે જ ઉત્પન્ન થતી હોય છે.

ચિકિત્સાઃ આ રોગમાં યકૃતમાં જે રક્ત જમા થાય છે તેને ઓછું કરવું ને રોગીને પથ્યાપથ્ય પર વિશેષ ધ્યાન આપવું એ મુખ્ય કાર્ય છે. જે કારણથી રોગ થયો છે તે જાણીને તેને દૂર કરી દેવું જાેઈએ. સૌથી પહેલાં વિરેચન આપવું જાેઈએ. હલકા વિરેચન માટે પંચસકાર ચૂર્ણ અને તેજ વિરેચન માટે ઇચ્છાભેદી રસનો પ્રયોગ રોગીને તપાસ્યા પછી આપવો જાેઈએ. પંચસકાર ચૂર્ણ રાત્રે સૂતા સમયે ૨૫૦ મિલી ગરમ પાણી સાથે આપવાથી સવારે ર થી ૩ વખત ઝાડો સારી રીતે થઈ જાય છે. ઇચ્છાભેદી રસની એક ગોળી સવારે ઠંડા પાણી સાથે લેવાથી ઝાડો આવી જાય છે. કોઈ કોઈ દર્દીને ઊલટી પણ થઈ જતી હોય છે. જેનો આ રોગને હૃદય સાથે નજીકનો સંબંધ છે એટલે હૃદયની ગતિ વધતી જતી હોય છે.

ઘણા દર્દીને હાઈ બ્લડપ્રેશર પણ થઈ જાય છે. હાઈ બ્લડપ્રેશર જાેઈને તેને ઓછું કરવાનો ઇલાજ કરતાં હોય છે. મૂળ કારણની જાણ ન થવાથી ફક્ત બ્લડપ્રેશરની જ દવાઓ આપવાથી યકૃતની બીમારી વધી જતી પણ જાેવા મળે છે. કોઠો નરમ હોય છે તેમને વધારે ઝાડો આવી શકે છે. ઘણા દર્દીનો કોઠો એવો હોય છે કે એક જ વાર ઝાડો આવે છે કે પછી ઝાડો આવતો જ નથી. આવા કેસમાં એક ને બદલે બે ગોળી આપવામાં આવતી હોય છે. જાે વધારે વાર ઝાડો આવે તો ગરમ પાણી પીવડાવવાથી બંધ પણ થઈ જતો હોય છે. દહીં, ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી પણ ઝાડો બંધ થતો હોય છે. જાે ઝાડો કોઈ પણ પ્રકારે બંધ ન થતો હોય તો કર્પૂર રસ ર રતી લઈ લવણ ભાસ્કર, હિંગ્વષ્ટકચૂર્ણ ૧-૧ ગ્રામ મેળવીને પાણી સાથે આપવાથી ઝાડો તરત જ બંધ થઈ જતો હોય છે.

યકૃતના સોજામાં પુનર્નવાદિ મણ્ડુર એક પ્રભાવશાળી ઔષધિ છે તેના પ્રયોગથી યકૃતમાં સોજાે, કબજિયાત, પાણ્ડુ, કમળો દૂર કરીને રક્તવૃદ્ધિ થાય છે ર – ર ગોળી સવાર સાંજ પાણી સાથે આપવી. આરોગ્યવર્ધિનીવટીઃ આયુર્વેદની એક પરમ ગુણકારી દવા છે. યકૃતનો સોજાે મટાડે છે, મળ ભેગો થવા દેતી નથી, રક્ત વધે છે અને રકતને શુદ્ધ કરે છે. રકત અને ચામડીના રોગ દૂર કરે છે. કમળો, પાણ્ડુ મટાડીને શરીરને સ્ફૂર્તિલું બનાવે છે મેદસ્વી લોકોનું મેદ ઘટાડીને શરીરને સુડોળ બનાવે છે. પેશાબમાં જતી શર્કરાને રોકે છે. બે-બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવાથી ફાયદો છે.

કુમારી આસવઃ આ રોગની અચૂક દવા છે. આ દવાના સેવનથી યકૃત, કમળો, ગુલ્મ રોગ, પેટમાં દુખાવો, ગેસની પીડા, ભૂખ ઓછી લાગવી, લોહી ઊણપ, શરદી કફ, કૃમિરોગ, સ્ત્રીરોગ માસિક ધર્મ ન થવું કે ઓછું થવું, ગર્ભાશયની વિકૃતિ, બવાસીર વગેરે અનેક રોગો મટાડે છે. આયુર્વેદમાં આસવ બહુ સિદ્ધ છે, જેના ગુણધર્મો સામાન્ય રીતે બધાને બહુ સારી રીતે ખબર હોય છે. ઘણા પેટના રોગી તો સ્વયં ખરીદીને પ્રયોગ કરતા જ હોય છે. ખાસ વાત તો એ છે કે આસવ એક એવી ઔષધી છે કે બાળકો, વૃદ્ધો, જવાન બધા જ સેવન કરી શકે છે. બે-બે તોલા સમાન ભાગ પાણીમાં મેળવી ભોજન પછી દિવસમાં બે વાર લઈ શકાય. બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને આપવી.

ભૂખ્યા પેટે હળદર દરરોજ એક ચમચી હળદર સાથે ગરમ દૂધ પીવું જાેઈએ. તેનાથી લીવરમાં ના દુખાવામાં રાહત મળશે. ડુંગળીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો ડુંગળીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી વાળની સમસ્યામાં રાહત મળે છે. લીવરના યોગ્ય રીતે કામ કરવા માટે સફરજનનો સરકો પણ વધારે પ્રમાણમાં પીવો જાેઇએ, વધારે પ્રમાણમાં પ્રવાહી પીવું જાેઇએ. જેમ કે નારિયેળ પાણી, કોઈપણ ફ્રુટ જ્યુસ કે કોઈ પણ પાણી નો રસ. ખોરાકમાં વધારે પડતા લીલા શાકભાજી લેવા જાેઈએ. લીવરને યોગ્ય રીતે કામ કરવા માટે ગાજરનો રસ અને પાલક નુ જ્યુસ પણ અત્યંત ઉપયોગી છે. જાે લિવરને લગતી કોઈપણ સમસ્યા હોય તો દરરોજ એક ગ્લાસ પાલક અને એક ગ્લાસ ગાજરનો રસ પીવો જાેઇએ. તે ઉપરાંત જાંબુ ને પણ લિવર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દરરોજ જાંબુનો ૩૦ એમએલ રસ પીવાથી યકૃત યોગ્ય પ્રમાણમાં કાર્ય કરી શકે છે.
તે ઉપરાંત પ્રવાહી પીણું જેવું કે લીંબુ શરબત વધારે પ્રમાણમાં સેવન કરવું જાેઈએ.

લીવર ને થતું નુકશાન અટકાવવા માટે કેટલા પગલા લેવા જાેઈએઃ દરરોજ ખુલ્લી હવામાં એક કલાક માટે ચાલવું જાેઈએ.પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું.વધારે પડતી દવા ખાવી નહીં

ઘરને સ્વચ્છ રાખવું.. વધારે પડતો તળેલો ખોરાક ખાવો જાેઈએ નહીં, ધૂમ્રપાનનો ત્યાગ કરવો જાેઈએ. ઘરે બનાવેલું ખોરાક ખાવાનો આગ્રહ રાખો. બહારનું વધારે પડતું ખાવું જાેઈએ નહીં. લીલા શાકભાજીનો ખોરાકમાં વધારે ઉપયોગ કરવો.

advt-rmd-pan

આયુર્વેદનાં અતિશય કડવાં ઔષધોમાં કડુની સામે કદાચ બીજું કોઈ ઔષધ ટકી શકે નહીં. આયુર્વેદમાં એટલે જ તેને તિક્તા અને કટુકા આ બે નામ આપવામાં આવ્યાં છે. (કડવા રસને આયુર્વેદમાં તિક્ત કહે છે. આમ તો કડવો સ્વાદ નામમાત્રથી જ અરુચિ ઉપજાવનારો છે. તેમ છતાં તાવ અને યકૃત લીવરના રોગનું તે ઉત્તમ ઔષધ હોવાથી તેના ગુણકર્મો અને ઉપયોગો જરૂરથી જાણવાયોગ્ય છે.

આયુર્વેદિક મતે કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે. તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને ધાવણની શુદ્ધિ કરનાર, કફનાશક, સોજા ઉતારનાર તથા કમળો, શીળસ, પાંડુ, દાહ, શ્વાસ ,દમ, ખાંસી વગેરેને મટાડે છે. તે હ્ય્‌દયની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે. કડુ લીવરની ક્રિયાને સુધારનાર છે એટલે લીવર માટેની લગભગ બધી જ દવાઓમાં કડુ મુખ્ય ઔષધી તરીકે પ્રયોજાય છે.

કડુ તદ્દન નિર્દોષ ઔષધ છે. પ્રત્યેક કુટુંબે તેનું ચૂર્ણ ઘરમાં રાખવા જેવું છે. અપચો, કબજિયાત, અરુચિ, ઝીણો તાવ જેવા રોગોનું તે ખૂબ જ ઉપયોગી અને એટલું જ અકસીર ઔષધ છે. કડુ પિત્તસારક અને શીતળ છે. એટલે પિત્તની ઊલટીઓમાં તે ઉત્તમ પરિણામ આપે છે. તે આંખો, હાથ-પગનાં તળિયાં તથા શરીરની-આંતરિક બળતરામાં પણ અકસીર છે. કડુ અને સાકર સરખા ભાગે લાવી તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે પાણી સાથે લેવાથી પ્રકોપ પામેલું પિત્ત શાંત થઈ ઊલટીઓ બંધ થશે, બળતરા ઓછી થશે તથા મોંની કડવાશ દૂર થઈ આહાર પર રુચિ થશે.

કડુ,કરિયાતું, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો, એક કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે ઉતારી, ગાળી, ઠંડું પાડીને પી જવું. થોડા દિવસ આમ તાજેતાજાે ઉકાળો બનાવીને પીવાથી પેટના કરમિયાં મરીને બહાર નીકળી જશે તેમજ લીવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે. આ સિવાય સર્વાંગ સોજા, જળોદર, હૃદયરોગના સોજા વગેરેમાં કડુનું ચૂર્ણ અથવા આરોગ્યર્વિધની વટી સાટોડીના ઉકાળા સાથે લઈ શકાય છે. લીવરના રોગો કમળો, સીરોસીસ, ફેટી લીવર વગેરેમાં કડુનું ચૂર્ણ સમભાગ સાકર સાથે પણ ઉત્તમ પરિણામ આપે છે..

પેટના કૃમિનો નાશ કરનાર અને કટુપૌષ્ટિક હોવાથી વજન ન વધતું હોય તેમના માટે કડુ આશીર્વાદસમાન ઔષધ છે. કોઈપણ પ્રકારના તાવમાં કડુ ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટે ભાગે કબજિયાત પણ જાેવા મળે છે. ત્યાં કડુ બે રીતે કામ કરે છે. તે ઝાડો સાફ લાવી કબજિયાતને દૂર કરે છે. તેમજ પિત્તનું સ્ત્રવણ કરી તાવને ઉતારે છે. તાવ આવતો હોય ત્યારે આશરે અડધી ચમચી જેટલું કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે કાફી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર ત્રણ- ચાર કલાકે આ એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી જવી. તાવ ઊતરશે અને કબજિયાત પણ દૂર થશે.

કરિયાતું ભૂમ્યામ્લકી, જેવી વનસ્પતિ વધેલા બીલીરૂબીનને ઘટાડે છે તથા તેની એન્ટીમાઈક્રોબાયલ શક્તિથી વાયરસને વધતા અટકાવી ઇમ્યુનીટી સુધારે છે. કમળા સાથે તાવ હોય ત્યારે ગળોઘનવટી, સંશમની વટી તાવ ઉતારે, દવાની આડઅસરથી બચાવે છે. વૈદનાં માર્ગદર્શનમાં આ મુજબનાં સાદા ઔષધો અને ઉપરોક્ત આપેલ પ્રોયોગો પણ સારું પરિણામ આપે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers