Western Times News

Latest News from Gujarat

યુએઇ સાઉદી આરબના પ્રવાસે જવા મટે નરવણે રવાના: રક્ષા અને સુરક્ષા અંગે ચર્ચા થશે

નવીદિલ્હી, થલસેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે સંયુકત આરબ અમીરાત યુએઇ અને સાઉદી આરબની છ દિવસની યાત્રા પર રવાના થયા છે કોઇ ભારતીય થલસેનાના વડાની ખાડી ક્ષેત્રમાં રણનીતિક રીતે બે મહત્વપૂર્ણ દેશોની અત્યાર સુધીની આ પહેલી યાત્રા છે જનરલ નરવણની આ યાત્રાથી બંન્ને દેશોની સાથે ભારતના વધતા રણનીતિક સંબંધ પ્રદર્શિત થાય છે અને તેમાં રક્ષા અને સુરક્ષા ક્ષેત્રમાં સહયોગના નવા આયામ ખુલવાની આશા છે. અનેક દેશોની સાથે ઇઝરાઇલના સામાન્ય થઇ રહેલ સંબંધો અને ઇરાનના વરિષ્ઠ પરમાણુ હથિયાર વૈજ્ઞાનિક મોહસન ફર્જીજાદેહની હત્યાથી ઉભી થયેલી સ્થિતિ સહિત ખાડી વિસ્તારમાં તેજીથી ઘટી રહેલ ઘટનાઓની વચ્ચે જનરલ નરવણીની આ યાત્રા છે.

નરવણે પહેલા સંયુકત આરબ અમીરાત જશે ત્યાં તે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓથી મુલાકાત કરશે અને દ્વિપક્ષીય રક્ષા સહયોગ પ્રગાઢ કરવા પર ચર્ચા કરશે થલસેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે થલસેના પ્રમુખ જનરલ નરવણે સંયુકત અરબ અમીરાત અને સાઉદી આરબની નવથી ૧૪ ડિસેમ્બર સુધીની યાત્રા પર રવાના થયા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે સાઉદી આરબ અને ભારતની વચ્ચે ઉત્કૃષ્ઠ રક્ષા સહયોગને સુરક્ષા પ્રતિષ્ઠાનોના વરિષ્ઠ અધિકારીઓની સાથે અનેક બેઠકોના માધ્યમથી આગળ વધારશે તથા રક્ષાથી જાેડાયેલ વિવિધ મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કરશે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જનરલ નરવણે રોયલ સાઉદી લૈંડ બલના મુખ્ય કાર્યાલય અને કિંગ અબ્દુલ અજીજ મિલિટ્‌ એકેડમીનો પણ પ્રવાસ કરશે.

થલ સેનાના વડા સાઉદ આરબના રાષ્ટ્રીય ડિફેંસ યુનિવર્સિટીનો પ્રવાસ કરવા અને સંસ્થાનના છાત્રો અને સભ્યોને સંબોધિત કરશે વિદેશ મંત્રી એસ જયશંકરની બહરીન અને યુએઇની યાત્રાના થોડા દિવસો બાજ નરવણેની ખાડીની આ યાત્રા થઇ રહી છે કહેવાય છે કે સાઉદી આરબ રક્ષા ઉપકરણોના સંયુકત ઉત્પાદન માટે ભારતની સાથે સહયોગ કરવા ઇચ્છુંક છે. ભારત માટે સાઉદી આરબ એલપીજીનો પણ એક મોટા સ્ત્રોત છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers