Western Times News

Gujarati News

આસિયાન દેશોના રક્ષામંત્રીઓની બેઠકમાં રાજનાથના ચીન પર પ્રહાર

નવી દિલ્હી, સરહદ પાર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે વર્ચુઅલ મંચ પરથી ચીન પર નિશાન સાંધ્યું છે. આસિયાન દેશોના રક્ષા મંત્રીઓની બેઠક ને સંબોધિત કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીનનું નામ લીધા વગર એક વખત ફરીથી દુનિયાની સમક્ષ ડ્રેગનનો અસલી ચહેરો ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ચીનની તરફથી ઉભા થનાર ખતરા અને કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.

આ વર્ચુઅલ બેઠકમાં ચીનના રક્ષામંત્રી પણ હાજર હતા. રાજનાથ સિંહે એડીએમએમ-પ્લસ બેઠકની ૧૦મી વર્ષગાંઠના અવસર પર કહ્યું કે નિયમ આધારિત આદેશ, સમુદ્રી સુરક્ષા, સાઇબર સંબંધિત ગુનાઓ અને આતંકવાદનો ખતરો, આપણે એક મંચ તરીકે આ તમામ પડકારોનો સામનો કરવો પડશે. આપણે તમામ ક્ષેત્રોમાં લોકોની મૌલિક આઝાદીનું ધ્યાન રાખવું પડશે અને તેની સાથે જાેડાયેલા પડકારોને સમજવા પડશે. તમામ ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા અને નિયમો પર આધારિત દેશનો આધાર બનાવા માટે અમારી પ્રતિબદ્ધતા જ વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આની પહેલાં સપ્ટેમ્બરમાં ભારત અને ચીનના રક્ષામંત્રી મૉસ્કોમાં પણ મળ્યા હતા, જેથી કરીને વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાય. ત્યારથી લઇ અત્યાર સુધી બંને દેશોની વચ્ચે કેટલીય બેઠકો યોજાઇ ચૂકી છે પરંતુ તણાવ હજુ પણ યથાવત છે.

પ્રત્યક્ષ રીતે ચીનનું નામ લીધા વગર રાજનાથ સિંહે કહ્યું કે જેમકે અમે પરસ્પર વિશ્વાસ વધારી રહ્યા છીએ, ગતિવિધિઓના સંચાલનમાં આત્મ-સંયમ વર્તી રહ્યા છે અને આ કાર્યો કરવાથી બચે છે, જે સ્થિતિને વધુ જટિલ કરી શકે છે. આ કેટલાંક એવા ઉપાય છે જેની મદદથી ક્ષેત્રમાં નિરંતર શાંતિ સ્થાપિત કરી શકાય છે. જાે કે તેના માટે આપણે એક લાંબો રસ્તો કાપવો પડશે. રક્ષામંત્રીએ કહ્યું કે છેલ્લાં એક દાયકામાં સામૂહિક ઉપલબ્ધિ, રણનીતિક સંવાદ અને વ્યવહારિક સહયોગના માધ્યમથી બહુપક્ષીય સહયોગને આગળ વધારવામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ છે. એડીએમએમ આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ-આધારિત આદેશને આધાર બનાવા માટે સારું કામ કરી રહ્યા છે અને અમે તેના વખાણ કરીએ છીએ.

એડીએમએમ-પ્લસ, આસિયાન અને તેના આઠ સંવાદ ભાગીદારો ઑસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, કોરિયા ગણરાજ્ય, રશિયા અને અમેરિકા (જેમને સામૂહિક રીતે પ્લસ દેશ કહેવાય છે) માટે એક મંચ છે, જે સુરક્ષા અને રક્ષા સહયોગને મજબૂત કરવા અને ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કામ કરે છે.

કોવિડ સંકટ પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે કોરોના વાયરસ માટે દેશોની સરહદો અગત્યની નથી. આ દ્રષ્ટિથી મહામારીને ઉકેલવા માટે આપણે સામૂહિક રીતે પગલાં ભરવા પડશે અને એકબીજાને સહયોગ કરવો પડશે. રક્ષા મંત્રીએ ઇન્ડો-પેસિફિકના મુદ્દા પર પણ આસિયાનનું ધ્યાન આકર્ષિત કર્યું. આપને જણાવી દઇએ કે આ વર્ષે વિયેતનામ આસિયાન ગ્રૂપની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આ વર્ષ એડીએમએમ-પ્લેસની ૧૦મી વર્ષગાંઠ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.