Western Times News

Gujarati News

BRTS બસે ચંદ્રનગર પાસે ટેમ્પોને ટક્કર મારી

Files Photo

અમદાવાદ: અમદાવાદની BRTS બસો અકસ્માતો માટે પંકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર બીઆરટીએસ બસનો અકસ્માત થયો છે. બે દિવસના ગાળામાં બીઆરટીએસ બસનો આ બીજાે અકસ્માત છે. ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે.

જેમાં બીઆરટીએસ બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે. જાેકે, બસ ખાલી હોવાથી સમગ્ર ઘટનામાં કોઈને ઇજા થઈ નથી. ચંદ્રનગર કોરિડોરમાં રેલિંગ તોડીને બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

બીઆરટીએસને સુરક્ષિત સવારી તરીકેનું બિરુદ અપાયું છે, પણ હવે લોકોમાં બીઆરટીએસ બસમાં સવારી કરતા ગભરાઈ રહ્યાં છે. હાલ કયા કારણોસર અકસ્માત સર્જાયો છે તે તપાસ ચાલી રહી છે. સતત વધી રહેલા અકસ્માતોથી સમજી શકાય છે કે, બીઆરટીએસના ડ્રાઈવર ગંભીર રીતે બેદરકારી દાખવી રહ્યાં છે. અકસ્માત સર્જાતા જ બીઆરટીએસનો ડ્રાઈવર ત્યાં જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં લોકેશન પાસેની રેલિંગ ડેમેજ થઈ ગઈ છે. જાેકે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આજે સવારે બીઆરટીએસ બસ આંબેડકર બ્રિજ ઉતરીને ચંદ્રનગર તરફ જઈ રહી હતી. કોરિડોરમાં દાખલ થતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળ પર હાજર ટેમ્પો ચાલકે જણાવ્યું કે, બીઆરટીએસ બસ બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી. બસની સ્પીડ ૫૦ થી ૬૦ની સ્પીડે હતી.

બસના ડ્રાઈવરે ડાબી બાજુથી જમણી બાજુ તરફ વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી અચાનક ટેમ્પો બસ સાથે ટકરાયો હતો. ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા બુધવારે બીઆરટીએસ બસને થયેલા અકસ્માતને કોઈ ભૂલી શકે તેમ નથી. અખબાર નગર અંડરપાસમાં ઘૂસી ગયેલી બસના બે ફાડિયા થઈ ગયા હતા. આ અકસ્માત ચર્ચાના ચગડોળે ચઢી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.