Western Times News

Gujarati News

મુખ્યમંત્રી આગ સાથે રમી રહ્યા છે, પ.બંગાળના રાજ્યપાલે મમતા બેનરજીને આપી ચેતવણી

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ગઈકાલે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ હવે રાજ્યપાલ જગદીપ ધનખડ મમતા બેનરજીની સરકાર સામે લાલચોળ છે.

રાજ્યપાલે આજે એક પત્રકાર પરિષદમાં મમતા બેનરજી સરકારની ભારે ઝાટકણી કાઢી હતી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની આડકતરી ચીમકી પણ આપી દીધી હતી.રાજ્યપાલે કહ્યુ હતુ કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા બેહાલ છે અને લોકશાહી અધિકારોને ખતમ કરવામાં આવી રહ્યા છે.રાજ્યપાલે કહેલા મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે.

રાજ્યની સ્થિતિ બદતર થઈ ગઈ છે.ખાલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.સરકારી તંત્રનુ રાજકીયકરણ થઈ ગયુ છે.વિપક્ષ માટે કોઈ જગ્યા નથી રહી.મુખ્યમંત્રી બીજા નેતાઓ માટે બહારના લોકો જેવો શબ્દ વાપરે છે.શું બીજા રાજ્યના ભારતના નાગરિકો બહારના છે..મુખ્યમંત્રી આગ સાથે રમી રહ્યા છે.તેઓ સંવિધાનનુ પાલન કરે. ભારત એક છે અને બીજા લોકો પણ તેના નાગરિક છે.જો મમતા બેનરજી રસ્તો ભુલે છે તો મારી જવાબદારીની શરુઆત થાય છે.

મેં રાજ્યના પોલીસ વડા અને ચીફ સેક્રેટરી પાસે ગઈકાલે બનેલી ઘટના પર રિપોર્ટ માંગ્યો હતો  પણ બંને અધિકારીઓ મને રિપોર્ટ વગર મળવા માટે આવ્યા હતા. રાજ્યમાં વિરોધ પક્ષો માટે જગ્યા નથી.મમતા બેનરજી સીવાયની કોઈ પાર્ટીના નેતા સુરક્ષિત નથી.તેમન માટે કોઈ અધિકાર બચ્યા નથી અને નથી લોકશાહી બચી.

કોઈ પણ પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ પર હુમલો થવાની ઘટના વખોડવી જોઈએ.લોકશાહીમાં દરેકને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. બંગાળની સીએમ સંવિધાન સાથે બંધાયેલા છે.તેમણે નિયમો અને કાયદાનુ પાલન કરવુ જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.