Western Times News

Gujarati News

મુંબઈના થાણેમાં મહિલા સહિત ત્રણ બાળકોની લાશ ઝાડ પર લટકતી મળી

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ બાળકોની લાશ ઝાડ પર લટકેલી મળી. ઘટનાની સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચારેય શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મળતી માહિતી મુજબ લગભગ દોઢ મહિના પહેલા મહિલા પોતાના બાળકોની સાથે ગુમ થઈ ગઈ હતી.

મળતી જાણકારી મુજબ, મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લામાં એક મહિલા ગત દોઢ મહિનાથી ગુમ હતી. આ સંબંધમાં પડઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ઘણી શોધખોળ બાદ પણ મહિલા અને બાળકોની કોઈ પણ ભાળ નહોતી મળી શકી. પોલીસની જાણકારી મુજબ મહિલાનો દીયર સવારે જંગલમાં લાકડા કાપવા ગયા હતો ત્યારે તેને ઝાડ પર મહિલા અને ત્રણ બાળકોની લાશ લટકતી મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.