Western Times News

Gujarati News

બેરૂત બ્લાસ્ટમાં લેબેનોનના વડાપ્રધાન જવાબદાર, 3 પ્રધાનો સહીત પીએમ સામે બેદરકારીનો કેસ થયો દાખલ

બેરૂત, વર્ષ 2020 ની સૌથી મોટી દુર્ઘટનામાંની એક હતી લેબનોનની રાજધાની બેરૂતમાં થયેલો પ્રચંડ વિસ્ફોટ, આ ધમાકામાં 190 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. હવે દેશની એક અદાલતે રખેવાળ સરકારનાં વડા પ્રધાન હસન દિયાબ અને તેમની સરકારના ત્રણ પ્રધાનો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બેરૂતમાં ધડાકા પછી વર્ષોથી ચાલતી સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારનાં મુદ્દો આખી દુનિયા સમક્ષ આવી ગયો હતા.

વડા પ્રધાન ઉપરાંત નાણાપ્રધાન અલી હસન ખલીલ, ગાઝી જીટર અને યુસુફ ફેનિઆનોસ વિરૂધ્ધ બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે તપાસ દરમિયાન કહ્યું કે 2,750 ટન એમોનિયમ નાઇટ્રેટ જે બંદરમાં વર્ષોથી પડેલું હતું તે આ આઘાતજનક ઘટનાનું કારણ હતું. ન્યાયાધીશ ફાદી સાવને વડા પ્રધાનને સવાલ કર્યો કે તેઓ પદ પર હતા ત્યારે વિસ્ફોટકો વિશે કેટલા સમયથી જાણતા હતા અને તેમણે તેને હટાવવા સૂચના કેમ આપી નહીં?

ઓગસ્ટ 2020 માં, બંદર નજીક સતત બે વિસ્ફોટો થયા ત્યારે બેરૂત શહેર હચમચી ઉઠ્યું હતું. વિસ્ફોટો એટલા ભયાનક હતા કે બંદરની નજીકની જમીન ગાયબ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે 150થી વધુ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે પાંચ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતાં. તેમાં સૌથી મોટું નુકસાન ત્યાં આવેલા અનાજ ભંડારને થયું, જેના કારણે અનાજની અછતનું જોખમ પેદા થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.