Western Times News

Latest News from Gujarat

કોરિયોગ્રાફર-એક્ટર રેમો ડિસોઝાને હાર્ટ અટેક

મુંબઇ, જાણીતા કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), એક્ટર અને ‘ABCD’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હાર્ટ અટેક આવ્યો છે. તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ ICUમાં દાખલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers