Western Times News

Latest News from Gujarat

સ્કૂટી ચાલક શિક્ષિકા પર પડ્યો 11KV વીજ વાયર, ઘટના સ્થળ પર ભડ ભડ સળગી ઉઠી

બાંસવાડા, દેશના રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક અત્યંત કરૂણાંતિકાઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષિકાનું દર્દભર્યું નિધન થયું છે. જેમાં નોગામામાં વિસ્તારમાં ગુરુવાર સવારના રોજ સ્કૂટી પર શાળાએ જઈ રહેલી એક શિક્ષિકા પર 11KVનો હાઈટેન્સન વીજલાઈનનો તાર પડ્યો હતો, આ તાર પડવાની સાથે વાહન બળીને રાખ થઈ ગયું હતું. અને મહિલા પણ જીવતું ભડથું થઈ ગઈ હતી.

ઘટના એટલી ભયાનક હતી કે હાજર લોકો પણ મહિલાને બચાવી શક્યા નહોતાં. સ્થાનિકોએ જણાવ્યું કે આ ઘટના સવારે 10 કલાકે બની હતી, મહિલા સ્કૂટી પર શાળાએ જતી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers