Western Times News

Gujarati News

HDFC બેન્કને રિઝર્વ બેન્કે 10 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્કે પ્રાઈવેટ સેક્ટરમાં દેશની સૌથી મોટી બેન્ક એચડીએફસીને 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

એચડીએફસી બેન્કે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.બેન્ક પોતાના સબસિડિયરી જનરલ લેજરમાં નિયમ પ્રમાણે અનિવાર્ય મિનિમમ એમાઉન્ટ રાખવામાં નિષ્ફળ ગઈ હતી.જેના કારણે એસજીએલ બાઉન્સ થયુ હતુ.રિઝર્વ બેન્કે એ પછી 9 ડિસેમ્બરે બેન્કને દંડ ફટકાર્યો હતો.

આરબીઆઈ દ્વારા પોતાના નોટિફિકેશનમાં પણ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.મળતી વિગતો પ્રમાણે 19 નવેમ્બરે બેન્કના એસજીએલ એકાઉન્ટમાં બેલેન્સ ઓછુ થઈ ગયુ હતુ.એસજીએલ એકાઉન્ટ એક પ્રાકરનુ ડિમેટ એકાઉન્ટ હોય છે.જેમાં બેન્ક દ્વારા સરકારી બો ન્ડ રાખવામાં આવતા હોય છે.એસજીએલ બેન્ક દ્વારા ખોલવામાં આવતુ એકાઉન્ટ છે.જેમાં ગ્રાહકો તરફથી બેન્ક દ્વારા બોન્ડ રાખવામાં આવે છે.બોન્ડ સાથે જોડાયેલી લેવડ દેવડ કરવામાં બેન્ક નિષ્ફળ જાય તો તેને એસજીએલ એકાઉન્ટ બાઉન્સ થયુ હોવાનુ કહેવાય છે.

તાજેતરમાં જ રિઝર્વ બેન્કે એચડીએફસીને નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યૂ કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.કારણકે બેન્કની ડિજિટલ સેવાઓને લઈને ઘણી ફરિયાદો ઉઠી રહી હતી.એ પછી બેન્કને રિઝર્વ બેન્ક તરફથી બીજો ઝટકો મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.