Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનના ૭૬ અર્બન સેન્ટર પર કોરોના વેક્સીન કામગીરી થશે

વેક્સીન સ્ટોરેજ માટે ૧૦૦ આઈઆરએલ ઉપલબ્ધઃ સાત સ્થળે રસી સ્ટોરેજ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેમજ વેક્સીન તૈયાર થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો દમ લીધો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વેક્સીનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુરુવારથી ડોર ટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. જે ૧૪ ડિસેમ્બર સુધી પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.

મ્યુનિ.કોર્પાેરેશનના સરવેમાં ૫૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ અને કો.મોર્બીડ દર્દીઓની વિગત એકત્રિત કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં ભાગ લેનાર કર્મચારીઓને પણ પ્રથમ તબક્કામાં આવરી લેવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ૪૬ વોર્ડ મુજબ વેક્સીન સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ.કોર્પાેરેશનના વોર્ડ દીઠ તૈયાર કરવામાં આવેલી મતદારયાદી અને મતદાન મથકને ડેટાબેઝ બનાવીને ડોરટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. જેના માટે આંગણવાડી આશાવર્કરો, મ્યુનિ.શાળાના શિક્ષકો પેરામેડીકલ સ્ટાફ વગેરેને સરવે કામગીરીમાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશનની ટીમ દ્વારા જે તે વ્યક્તિના આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડના આધારે ફોર્મ ભરવામાં આવશે. સરવેના પ્રથમ તબક્કામાં ૫૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિએ તેમજ ગંભીર રોગના દર્દીઓને આવરી લેવામાં આવશે.

મ્યુનિ.આરોગ્યખાતાના વડા ડો.ભાવિન સોલંકીએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓનલાઈન ડેટા તૈયાર કરવામાં આવશે. જે ૧૭ ડિસેમ્બર સુધી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. વેક્સીનના પ્રથમ તબક્કામાં કોરોના ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ વર્કર, તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સફાઈકર્મીઓને આવરી લેવામાં આવશે. શહેરની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતાં ૪૦ હજાર હેલ્થ વર્કસ તથા ૫૦ હજાર ફ્રન્ટલાઈન વર્કરની નોંધણી કરવામાં આવી છે. તેમજ તેમને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત ૭૬ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સીન સ્ટોરેજ માટે ૧૦૦ જેટલા આઈસ લાઈન્ડ ફ્રીજ મૂકવામાં આવશે. જેમાં માઈનસ ૨૦ ડીગ્રી તાપમાન જાળવી શકાય તેવી સુવિધા રહેશે. વેક્સીન સ્ટોરેજ માટે વધુ ફ્રીજની જરૂરીયાત ઉભી થશે તો સરકાર પાસેથી ૨૦ જેટલા ફ્રીજ મંગાવવામાં આવશે. તદુપરાંત ખાનગી એજન્સીઓની પણ વેક્સીન સ્ટોરેજ માટે મદદ લેવામાં આવી શકે છે. શહેરના કુલ સાત સ્થળે વેક્સીન સ્ટોરેજ કરવામાં આવશે. મ્યુનિ.આરોગ્ય ભવન ખાતે પણ પાંચ આઈએલઆર મૂકવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વેક્સીન માટે તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફેબ્રુઆરી માસના અંતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી ચૂંટણી પ્રક્રિયા સાથે જાેડાયેલા તમામ કર્મચારીઓને જાન્યુઆરી મહિનામાં જ રસી આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર ૨૦ હજાર જેટલા કર્મચારીઓને રસી આપવા માટે સરકારે સહમતી દર્શાવી છે. જેમાં પોલિંગ સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીઓ, બીએસઓ, રીટનીંગ ઓફીસર, ઈલેક્શન ઓફીસર, પોલીસ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.