Western Times News

Latest News from Gujarat

મુકેશ અંબાણીની સંપત્તિમાં ૨ બિલિયન ડોલરનો વધારો

મુંબઈ, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારમાં એક સાથે ઘણી બધી ખુશીઓ આવી છે. મુકેશ અંબાણીના દીકરા આકાશ અને વહુ શ્લોકા હાલમાં જ માતા-પિતા બન્યા છે. ઘરમાં એક નાનકડા નવા મહેમાનના આગમન સાથે જ અંબાણી પરિવારની સંપત્તિમાં પણ મોટો એવો વધારે થયો છે. પરિણામે તેઓ એક જ દિવસમાં દુનિયાના ૧૦માં ધનિકના ક્રમેથી એક સ્થાન આગળ વધીને ૯માં નંબરના ધનિક બની ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ૨ બિલિયન ડોલરથી પણ વધુ વધી ગઈ છે. સંપત્તિમાં થયેલા આ વધારેથી મુકેશ અંબાણીની રેન્કિંગમાં સુધારો થયો છે. હકીકતમાં બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ ૨૦૨૦ના લિસ્ટમાં મુકેશ અંબાણી ૯મી ડિસેમ્બર સુધી ૧૦માં સ્થાન પર હતા.

પરંતુ ગુરુવારે તેમની સંપત્તિમાં વધારો થવાના કારણે તેઓ દુનિયામાં ૯માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. રિપોર્ટ મુજબ, ૯મી ડિસેમ્બર સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિ ૭૪.૪ બિલિયન ડોલર હતી, જે ૧૧મી ડિસેમ્બરે વધીને ૭૬.૮ બિલિયન ડોલર થઈ ગઈ. જાેકે શુક્રવારે તેમની સંપત્તિમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો, જાેકે તેમ છતાં તેઓ હાલમાં દુનિયાના ૯માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર તરફથી જાહેર કરાયેલા નિવેદન મુજબ શ્લોકા અને આકાશ અંબાણી એક દીકરાના માતા-પિતા બની ગયા છે. નીતા અને મુકેશ અંબાણી પહેલીવાર દાદા-દાદી બનવાથી ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે આકાશ અને શ્લોકાના લગ્ન પાછલા વર્ષે માર્ચ મહિનામાં થયા હતા. બંને એકબીજાના સ્કૂલ ફ્રેન્ડ્‌સ છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers