Western Times News

Gujarati News

ડોન દાઉદ ઇબ્રાહિમના ખબરી એસટીડીનું મુંબઈમાં મોત થયું

મુંબઈ, લગભગ અઢી દાયકા પહેલા માયાનગરી મુંબઈમાં અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામનો ખૌફ હતો, ત્યારે છોટા શકીલ ડી કંપનીના એક પંટરને પત્રકાર તરીકે મુંબઈ પોલીસના હેડક્વાર્ટરમાં મોકલ્યા કરતો હતો. અંડરવર્લ્‌ડમાં તેને એસટીડીના નામે ઓળખવામાં આવતો હતો. જેનું સાઉથ મુંબઈ ખાતેના ઘરમાં મોત નિપજ્યું છે.

આ પંટરનું નામ એસટીડી એટલા માટે પડ્યું કારણ કે, તે એસટીડી બુથમાંથી જ દાઉદને ફોન કરી મુંબઈની દરેક જાણકારી પહોંચાડતો હતો. એ સમયગાળામાં મુંબઈમાં મોબાઈલ ફોનનું ખાસ ચલણ નહોતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસટીડીની માતા દાઉદની બહેનોને કુરાન પણ ભણાવતી હતી.

દાઉદના આ એસટીડીએ મુંબઈના એક નાના સમાચારપત્રનું આઈકાર્ડ લઈ રાખ્યું હતું. પત્રકારને કોઈ સંસ્થાનમાં નોકરી કરવાનો પગાર મળતો હતો પરંતુ દાઉદના એસટીડીનો દાવો હતો કે, આઈકાર્ડ આપનારા છાપાના એડિટરને તે પોતે જ દર મહિને ૨૫ હજાર રૂપિયા પગાર આપતો હતો. જાેકે પોલીસ આ બાબતના કોઈ પુરાવા મેળવી શકી નથી.

એસટીડી એ સમયગાળામાં પોલીસ હેડક્વાર્ટરમાં આવતા તમામ પત્રકારોને પ્રેસ કોન્ફરસન્સની બહાર ચા-પાણીની ઓફર પણ કરતો હતો જેથી કરીને સૌ કોઈની સાથે તેની મિત્રતા જળવાઈ રહે અને આ પત્રકારો દ્વારા જ તે એ ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા ડી કંપની વિરૂદ્ધ હાથ ધરવામાં આવનારા સંભવિત ઓપરેશનની જાણકારી મળતી રહે.

જાેકે કોઈ પણ વ્યક્તિ આ પત્રકારનું ષડયંત્ર સમજી શક્યુ નહોતું પણ એ સમયે પોલીસરૂમમાં બેસતા એક પોલીસકર્મીને પત્રકાર પર શંકા જરૂર ગઈ હતી. તેની હિલચાલ પર નજર પણ રાખવામાં આવી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. અનેક વર્ષો સુધી આઝાદ મેદાન પોલીસ ક્લબમાં જાન્યૂઆરીના બીજા કે ત્રીજા અઠવાડીયે પોલીસની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ થતી રહી. છોટા શકીલ આ એસટીડી દ્વારા જ પ્રેસ કોન્ફરન્સમાં શૂટઆઉટ કરાવવા માગતો હતો, પરંતુ પોલીસ પ્રેસ રૂમમાં બેઠેલા પોલીસકર્મીએ એસટીડી અને શકીલ બંનેના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું હતું. આ પોલીસકર્મીને અંડરવર્લ્‌ડ વિરૂદ્ધ એક મોટા ઓપરેશન બદલ ગેલેંટ્રી એવોર્ડ પણ મળ્યો હતો. એસટીડીને છ મહિનાની જેલ પણ થઈ હતી. સમય જતા એસટીડી જ પોલીસનો ખબરી બની ગયો અને દાઉદની જ જાણકારીઓ તે પોલીસને પહોંચાડવા લાગ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.