Western Times News

Gujarati News

ગુગલ દ્વારા લુક ટુ સ્પિક નામની એપ લોન્ચ કરાઈ

નવી દિલ્હી: ગૂગલે એક એવી એપ લોન્ચ કરી છે, જે બોલવામાં સમસ્યામાં અનુભવતા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ એપને લુક ટુ સ્પીક નામ આપવામાં આવ્યું છે. આ એપ ફોનમાં લખેલા શબ્દોને આંખોની મદદથી જાેરથી વાંચીને સામેવાળા વ્યક્તિને જણાવશે. ગૂગલની આ એપ એવા લોકો માટે મદદરૂપ થશે, જેમને બોલવામાં તકલીફ પડે છે, જેમને પોતાની વાતને બીજા લોકો સુધી પહોંચાડવા માટે કોઈ ડિવાઈઝનો ઉપયોગ કરવો પડે છે. આ એપને એક્સપરીમેન્ટ વીથ ગૂગલ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

આ એપ ગૂગલ પ્લેસ્ટોરના માધ્યમથી તમામ એન્ડ્રોઈડ વન ડિવાઈસીસ તથા એન્ડ્રોઈડ નાઈન પોઈન્ટઓની ઉપરનાં વર્ઝન માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત લુક ટુ સ્પીક એપમાં બીજા એવા અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે, જેને યૂઝર્સ પોતાની રીતે સેટ કરી શકશે. લુક ટુ સ્પીક એપના ઉપયોગ માટે પોતાનો ફોન સ્થિર રાખવો પડે છે.

ત્યારબાદ તેમણે ફોનમાં લખેલા શબ્દો તરફ જાેવુ પડશે. યૂઝર્સની નજર ફોનની જે શબ્દો પર પડશે, એપ તે શબ્દોને મોટેથી વાંચી સંભળાવશે. તેવી જ રીતે એપ ફોનમાં નીચેની બાજુ અથવા તો ડાબી કે જમણી બાજુના શબ્દોને મોટેથી વાંચી સંભળાવશે. એપમાં આંખોની મુવમેન્ટને ટેગ કરવામાં આવે છે.

ગૂગલનો દાવો છે કે, કંપનીની અન્ય એપની જેમ આ એપમાં પણ યૂઝર્સનો ડેટા પર્સનલ રહે છે. એપના ઉપયોગ માટે ગૂગલે એક ટ્યૂટોરિયલ અને એક ગાઈડ પણ બનાવી છે. જેમા ટોપ ટિપ્સ જણાવવામાં આવી છે. જેમ કે ફોનને કઈ પોઝિશનમાં રાખવો, ટેક્સ પર નજર કેવી રીતે રાખવી, જેથી એપનું સચોટ ઉચ્ચારણ થઈ શકે. એપમાં બેઝિક માહિતી, જેમ કે, તમારું નામ શું છે, તમે કેમ છો, જેવા ઘણા સવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ સામેવાળા વ્યક્તિને તે જ સવાલ પૂછે છે, જે યૂઝર્સને પૂછવા હોય છે.

આમ કરવા માટે યૂઝર્સે માત્ર એપ તરફ જાેવાનુ રહેશે, અને એપ પોતાની જાતે જ કામ કરવા લાગશે. એપમાં કોઈ બીજાે વ્યક્તિ ઈચ્છે તો તે પોતાનાં અવાજમાં વોઈસ નોટ પણ સેવ કરીને રાખી શકે છે. આ એપની મદદથી લોકો અન્ય કોઈ ડિવાઈસની મદદ વગર પોતાની વાત બીજા લોકો પહોંચાડી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.