Western Times News

Gujarati News

એલી અવરામે માલદીવની થ્રોબેક ફોટોઝ પોસ્ટ કરી 

મુંબઈ: બિગ બોસ ફેમ મોડલ અને એક્ટ્રેસ એલી અવરામ લાગે છે કે હજુ સુધી વેકેશન મૂડમાંથી બહાર આવી નથી.  એલી નવેમ્બરની શરૂઆતમાં માલદીવમાં રજાઓ મનાવવાં ગઇ હતી. ત્યારે તેણે તેનાં સોશિયલ મીડિયા પર હોલીડેની તસવીરો શેર કરી હતી. એલીએ માલદીવની તેની કેટલીક થ્રોબેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેનો હોટ અંદાજ જાેવા મળી રહ્યો છે.  એલી આ ફોટોઝમાં સમુંદર કિનારે આરામ ફરમાવતી નજર આવી રહી છે.

આ ફોટોઝની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મિસ લોબ્સ્ટર ડીલક્સને હેલો કહો. એલીએ આજે જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી છે કે તે એક સ્વીડિશ ટીવી શોમાં ગેસ્ટ તરીકે નજર આવી રહી છે. તેણે લખ્યું કે, સિઝન ૩ નો ઇન્તેઝાર છે. એલીએ મિકી વાયરસ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

તે બાદ તે કિસ કિસ કો પ્યાર કરુ, નામ શબાના અને ‘પોસ્ટર બોયઝ’ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. એલી બિગ બોસ ૭થી ચર્ચામાં આવી હતી. જેમાં તે ઘણી ચર્ચિત સ્પર્ધક હતી જે બાદ તે ઝલક દિખલાજા ૭માં પણ નજર આવી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.