Western Times News

Gujarati News

અક્ષર પટેલે દીપિકા સાથે ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈ: લોકપ્રિય ટીવી શો ધ કપિલ શર્મા શોમાં આ વખતે નડિયાદનો ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પહોંચ્યો હતો. તેની સાથે નિતીશ રાણા, રાહુલ તેવટિયા, રવિ બિશ્નોઈ જાેવા મળશે. શોમાં તમામ ક્રિકેટરો વચ્ચે ખૂબ જ મજાક-મસ્તી થવાની છે. આ અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે.

જેમાં કપિલ અને ભારતીય ક્રિકેટર ભરપૂર મસ્તીમાં નજર આવી રહ્યા છે. પ્રોમોથી એવું લાગી રહ્યું છે કે તે ખૂબ ધમાલ મચાવવાના છે. તેમનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ક્રિકેટર્સ અને કપિલના ફેન્સ આ પ્રોમો વિડીયોને ખૂબ લાઈક્સ અને કમેન્ટ્‌સ આપી રહ્યા છે.

શોમાં આવતા જ કપિલ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને સવાલ પૂછે છે કે, ‘કઈ એક્ટ્રેસ તમને ખૂબ જ પસંદ છે.’ તેના આ સવાલ પર અક્ષર જવાબ આપે છે કે દીપિકા જેને સાંભળીને બધા લોકો હસવા લાગે છે. ત્યારે કપિલ વધુ એક સવાલ પૂછે છે કે, માન લો કે તમારે કોઈ એક્ટ્રેસ સાથે ડેટ પર જવાનું હોય, તો તમે કોની સાથે જવા ઈચ્છશો, પરંતુ દીપિકાના તો લગ્ન થઈ ગયા છે તેના ઉપરાંત અક્ષર કહે છે તો પણ તે દીપિકા સાથે જ જશે. કપિલ શર્મા શોનું શૂટિંગ ખતમ થયા બાદ નિતીશ રાણાએ કપિલ માટે ટ્‌વીટ કર્યું અને લખ્યું, હંમેશાથી વિચારતો હતો કે એક દિવસ કંઈક મોટું કરીને આ શોમાં જવું છે. થેંક્યું કપિલ પાજી. મને આવી તક આપવા માટે. આ મારું એક સપનું સાચું થઈ ગયું છે.’

નીતિશના આ ટ્‌વીટ પર કપિલે જવાબ આપ્યો અને કહ્યું હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે આ શોમાં આવ્યા. નીતિશ રાણાના ટ્‌વીટ બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનું પણ ટ્‌વીટ સામે આવ્યું. જેમાં તેણે કપિલ અને તેની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો સાથે જ તેણે જણાવ્યું કે, તેમની સાથે પસાર કરેલો સમય ખૂબ જ સારો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.