Western Times News

Gujarati News

RBL બેંક અને ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે બેંકએશ્યોરન્સ પાર્ટનરશિપ કરી

28 રાજ્યોમાં RBL બેંકની 398 શાખાઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના વીમા અને બચત ઉત્પાદનોનું વિતરણ કરશે

મુંબઈ, RBL બેંક અને ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સએ બેંકના ગ્રાહકોને જીવન વીમાના વિવિધ ઉત્પાદનો ઓફર કરવા બેંકએશ્યોરન્સ પાર્ટનરશિપ કરી છે. આ જોડાણ RBL બેંકના 8.7 મિલિયનથી વધારે ગ્રાહકોને ગ્રાહક-કેન્દ્રિત સુરક્ષા અને કંપનીના લાંબા ગાળાના બચત ઉત્પાદનોની સરળ અને ઝડપી ખરીદી કરવા તેમજ તેમને અને તેમના પરિવારજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે.

RBL બેંક એના ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ ટચ-પોઇન્ટ ઉપરાંત દેશના 28 રાજ્યોમાં 398 શાખાઓના એના નેટવર્ક દ્વારા ICICI પ્રુડેન્શિયલ લાઇફના ઉત્પાદનોનું વિતરણ કરશે. આ રીતે બેંકના મલ્ટિ-ચેનલ વિતરણ નેટવર્ક દ્વારા વીમા ઉત્પાદનોનું વિતરણ થશે. ICICI પ્રુડેન્શિયલ લાઇફ માટે પાર્ટનરશિપ એના મલ્ટિ-ચેનલ વિતરણ નેટવર્કને વધારે ગાઢ અને મજબૂત બનાવશે.

આ જોડાણ દ્વારા વીમા અને બચત પ્લેટફોર્મ પર ICICI પ્રુડેન્શિયલ લાઇફનાં વીમાની તમામ યોજનાઓ બેંકના ગ્રાહકો માટે ખરીદી માટે ઉપલબ્ધ થશે. ICICI પ્રુડેન્શિયલ લાઇફની વીમા ઉત્પાદનો નાણાકીય આયોજન માટે મજબૂત પાયો પ્રદાન કરશે અને લાંબા ગાળાની બચત યોજનાઓની વિવિધતાસભર રેન્જ પૂરી પાડશે, જે બેંકના ગ્રાહકોને તેમના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થથશે, પછી એ લક્ષ્યાંક સંપત્તિના સર્જનનો હોય, નિવૃત્તિના આયોજન માટે  હોય કે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટેનો હોય. સાથે સાથે પાર્ટનરશિપ જીવન વીમાકવચ સ્વરૂપે ગ્રાહકના પરિવારને નાણાકીય સલામતી પણ પ્રદાન કરશે.

RBLબેંકના એમડી અને સીઇઓ વિશ્વવીર આહુજાએ કહ્યું હતું કે, “અમને ICICI પ્રુડેન્શિયલ લાઇફ સાથે જોડાણ કરવાની ખુશી છે અને વિશ્વાસ છે કે, આ વ્યૂહાત્મક જોડાણ બંને કંપનીઓ માટે મૂલ્યના સર્જનને વેગ આપશે. બેંક તરીકે અમે સતત અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે, તેઓ સંપૂર્ણ સેવાનો અનુભવ મેળવે.

આ જોડાણ અમારા ગ્રાહકોને વિસ્તૃત ઉત્પાદનો પસંદગી કરવા સક્ષમ બનાવશે અને નાણાકીય રીતે સુરક્ષિત ભવિષ્ય માટે યોજના બનાવશે. અમારી મજબૂત વિતરણ પહોંચ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે અમે દેશભરમાં અમારા તમામ ગ્રાહકોને તાત્કાલિક આ ઉપાદનો પૂરાં કરવા સક્ષમ બનશે.”

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ એન એસ કન્નને કહ્યું હતું કે, “અમે RBL બેંક સાથે જોડાણ કરીને ખુશ છીએ અને આ પારસ્પરિક લાભદાયક જોડાણને દેશભરમાં અમારી મલ્ટિ-ચેનલ વિતરણ કામગીરીને વધારશે. ઉપરાંત ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની સામાન્ય ફિલોસોફી ઉપરાંત બંને પાર્ટનર્સ ગ્રાહકને સતત ડિજિટલ સુવિધાઓ અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

ગ્રાહકોમાં વીમા અંગે જાગૃતિ વધી રહી છે તથા રોગચાળા પછી પોતાતના અને પરિવારને નાણાકીય સુરક્ષાની જરૂરિયાત વધી છે. અમારું માનવું છે કે, વિવિધ પ્રકારની સુરક્ષા અને લાંબા ગાળાની બચતના ઉત્પાદનો RBL બેંકની ઓફરમાં પૂરક બનશે અને મજબૂત નાણાકીય આયોજન માટે ગ્રાહકોને સક્ષમ બનાવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.