Western Times News

Gujarati News

વસ્તી નિયંત્રણ અંગે સુપ્રિમમાં અરજી

નવી દિલ્હી, વસ્તી નિયંત્રણ અંગે સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજી પર સુનાવણીનાં દરમિયાન કેન્દ્રએ જણાવ્યું કે ભારત પોતાના લોકોને પરિવાર નિયોજન માટે બાધ્ય કરવા અને બાળકો પેદા કરવાની સંખ્યા નક્કી કરવાનાં વિરૂધ્ધ છે, સરકારે જણાવ્યું છે કે એવું કરવું જનસંખ્યાકિય વિકૃતીઓ તરફ લઇ જાય છે.

સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આરોગ્ય વિભાગે જણાવ્યું કે દેશમાં પરિવાર કલ્યાણ કાર્યક્રમ સ્વૈચ્છિક છે, જે  લોકોને તેમનો પરિવાર કેટલો મોટો હોય તે નક્કી કરવા અને કોઇ પણ પ્રકારનાં દબાણ વગર પરિવાર નિયોજનની પધ્ધતીને સક્ષમ બનાવે છે, આરોગ્ય મંત્રાલયએ આ જવાબ બિજેપી નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી એક જનહિતની અરજીનાં જવાબમાં આપ્યો છે.

અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા આ અરજીમાં દિલ્હી કોર્ટનાં એક હુકમને પડકારવામાં આવ્યો હતો, જેમાં દેશમાં વધી રહેલી જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે બે બાળકોની રણનીતીની સાથે બીજી અન્ય માંગોને પણ ફગાવી દેવામાં આવી હતી, પોતાના જવાબમાં આરોગ્ય મંત્રાલયએ કહ્યું છે કે જાહેર આરોગ્ય તે રાજ્યનો વિષય છે.

મંત્રાલયે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારોને આરોગ્ય ક્ષેત્રનાં સુધારાની પ્રક્રિયાનું નેતૃત્વ કરવું જોઇએ, જેથી સામાન્ય લોકોનાં આરોગ્યને જોખમોથી બચાવી શકાય, આરોગ્ય ક્ષેત્રમાં સુધારા માટે નક્કી કરાયેલી ગાઇડ લાઇન અનુસાર યોજનાઓ લાગુ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારો દ્વારા અસરકારક રીતે નેતૃત્વ કરી શકાય છે.

મંત્રાયનું કહવું છે કે જ્યાં સુધી રાજ્યોમાં ગાઇડલાઇન અને યોજનાઓનાં અમલીકરણનો સંબંધ છે, તેની કોઇ પ્રત્યક્ષ ભૂમિકા નથી અને તે નક્કી કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે યોજનાઓને લાગુ કરવા સંબંધિત રાજ્ય સરકારો પાસે વિશેષાધિકાર છે, મંત્રાલય માત્ર યોજનાઓનાં અમલીકરણ માટે રાજ્ય સરકારોને નાણા ફાળવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.