Western Times News

Gujarati News

કોરોના પોઝેટીવ દારૂના આરોપીનું  સંક્રમણ ૪ પોલીસકર્મીઓમાં ફેલાયું

શામળાજી પોલીસ સ્ટેશનના ૪ કર્મીઓ કોરોનાગ્રસ્તથી ફફડાટ 

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર્સ હોવાથી લોકોના અને કોરોનાગ્રસ્ત આરોપીઓના સંપર્કમાં સીધા આવતા હોવાથી કોરોના સંક્રમીત બની રહ્યા છે

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૪ પોલીસકર્મીઓ એક સાથે કોરોનાગ્રસ્ત થતા હોમઆઇસોલેટ થયા છે શામળાજી પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે આરોગ્યતંત્રએ તકેદારીના ભાગ રૂપે સર્વેની કામગીરી હાથધરી પોલીસકર્મીઓના રેપીડ ટેસ્ટ કરવા તજવીજ હાથધરી હોવાની માહીતી આરોગ્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

શામળાજી પોલીસે થોડા સમય અગાઉ પ્રોહીબીશનના ગુન્હામાં એક આરોપીની ધરપકડ કરી હતી તેનો કોવીડ-૧૯ ટેસ્ટ પોઝેટીવ આવતા તેના સીધા સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા ૪ પોલીસ કોન્સ્ટેબલના રેપિડ ટેસ્ટ પોઝેટીવ આવતા આરોગ્ય વિભાગે હોમ આઈસોલેટ કરી પોલીસકર્મીઓની સઘન સારવાર હાથધરી હતી શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ચિંતાની લકીરો તણાઈ હતી જીલ્લા પોલીસતંત્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

કોવીડ-૧૯ ની રસી આવશે ત્યારે ખરૂ પરંતુ હાલ ચારેકોર તકેદારીઓના સંદ્દતર ભંગ વચ્ચે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.એક તરફ લગ્ન સીઝનને લઈ બજારોમાં ખરીદીની ભીડ,લગ્ન પ્રસંગો,બીજી તરફ વધતી જતી ઠંડી અને માવઠાના માર વચ્ચે રોજબરોજ કોરોનાના કેસ વધી રહયા છે.જીલ્લામાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ ૭૫૧ પોઝીટીવ દર્દીઓની સામે ૬૪૨ દર્દીઓ  કોરોનાને માત આપવામાં સફળ રહેતાં જિલ્લામાં રીકવરી રેટ ૮૫.૪૮ ટકા નોંધાયો છે.જયારે કુલ દર્દીઓના આંક સામે આજદિન સુધીમાં ૮૦ દર્દીઓ કોરોનાનો જંગ હારી જતાં જિલ્લામાં મોત નો રેસીયો ૧૦.૬૫ ટકા જેટલો જોવા મળી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.