Western Times News

Gujarati News

આઈસોલેશનમાં રહીને વરુણ ધવન ઘરડો થઈ ગયો

મુંબઈ: કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વરુણ ધવન ચંડીગઢમાં આઈસોલેટ થયો છે, જ્યાં તે પોતાની અપકમિંગ ફિલ્મ જુગ જુગ જીયોનું શૂટિગ કરી રહ્યો હતો. એક્ટર સેલ્ફ-ક્વોરન્ટિનમાં રહીને યોગસાન કરી રહ્યો છે.

હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેર કરી છે, જે ચોક્કસથી તમારા ચહેરા પર હાસ્ય લાવી દેશે. વરુણ ધવને ત્રણ તસવીરો શેર કરી છે. જેમાંથી એક રિયલ છે જ્યારે બે એડિટ કરેલી છે. એક તસવીરમાં તેને થોડો નાનો બતાવવામાં આવ્યો છે, એક તસવીર અત્યારની છે

જ્યારે ત્રીજી તસવીરમાં તે ઘરડો દેખાઈ રહી છે. આ સાથે તેણે દર્શાવ્યું છે કે, આઈસોલેશનમાં તે કેવી રીતે બાળકમાંથી ઘરડો થઈ ગયો. કેપ્શનમાં વરુણે લખ્યું છે કે, આઈસોલેશનમાં જીવન. રાઈટ સ્વાઈપ કરો અને મારી વધતી ઉંમરને જુઓ. વરુણ ધવનની પોસ્ટ પર શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરે કોમેન્ટ કરી છે. સિદ્ધાંતે ૨-૩ હસતી ઈમોજી મૂકી છે. જેનો જવાબ આપતાં વરુણે લખ્યું કે, તું પણ આ બધામાંથી પસાર થઈ રહ્યો હશે ને?’. ઉલ્લેખનીય છે કે, ૧૧મી ડિસેમ્બરે સિદ્ધાંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ને હાલ તે પોતાના ગોવાવાળા ઘરમાં આઈસોલેટ થયો છે. કલંક એક્ટરે ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેણે પોતાની એક સેલ્ફી શેર કરી હતી અને લખ્યું હતું કે, હું મહામારીના સમયમાં કામ પર પાછો ફર્યો અને હું કોરોનાના સંપર્કમાં આવી ગયો. પ્રોડક્શન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા, પરંતુ જીવનમાં કંઈ સ્થિર નથી

ખાસ કરીને કોવિડ-૧૯. તેથી મહેરબાની કરીને વધારે સાવચેત રહેજાે. મને પણ લાગે છે કે, હું વધારે સાવચેત રહી શક્યો હતો. મને લોકો તરફથી ગેટ વેલ સૂનના મેસેજ મળી રહ્યા છે અને મારો જુસ્સો વધી રહ્યો છે. આભાર. ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂર અને કિયારા અડવાણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જ્યારે વરુણની સાથે નીતૂ કપૂર, મનિષ પૌલ તેમજ ડિરેક્ટર રાજ મહેતા પોઝિટિવ જણાયા હતા. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, ફરીથી એક્ટર્સ પાસેથી શૂટિંગની ડેટ ભેગી કરવી મુશ્કેલ છે. તેથી અનિલ, કિયારા અને પ્રજાક્તા કોલી આ અઠવાડિયે પોતાના ભાગનું શૂટિંગ શરૂ કરશે. પ્રોડ્યૂસર શશાંક ખેતાન ૧૭મી ડિસેમ્બરથી શૂટ શરુ કરાવે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.