Western Times News

Gujarati News

ખેડૂત આંદોલનથી રોજ 3500 કરોડ રૂપિયાનુ નુકસાનઃ ASSOCHAM

નવી દિલ્હી, એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા(ASSOCHAM)દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ખેડૂત આંદોલનના કારણે અમારા સભ્યોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યુ છે.

વ્યાપારિક સંગઠનના કહેવા પ્રમાણે રોજનુ 3500 કરોડ રુપિયાનુ નુકસાન ઉઠાવવાનો વારો આવી રહ્યો છે ત્યારે સરકાર અને ખેડૂતો વહેલી તકે સમાધાન કરે તે જરુરી છે.ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણામાં ખેડૂત આંદોલનની ભારે અસર જોવા મળી રહી છે ત્યારે ASSOCHAMનુ કહેવુ  છે કે, દેશની ઈકોનોમીને આ આંદોલનથી ફટકો પડી રહ્યો છે.

ટ્રાન્સપોર્ટેશનમાં પડી રહેલી મુશ્કેલીઓ અને બીજા કારણોથી રોજ 3500 કરોડ રુપિયાનુ નુકાસન થઈ રહયુ છે.કારણકે પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશની ઈકોનોમી મુખ્ય રીતે ખેતી અને બાગાયતી પ્રોડક્ટસ પર આધારિત છે.પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદશ અને જમ્મુ કાશ્મીરની સંયુક્ત અર્થ વ્યવસ્થા 18 લાખ કરોડ રુપિયાની છે.જોકે ખેડૂત આંદોલનનના કારણે રેલવે અને રોડ પરના ટ્રાન્સપોર્ટેશનને તકલીફ પડી રહી છે અને તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ઘટાડો થયો છે.ખાસ કરીને કાપડ, ઓટો, સાયકલ અને રમતગમતના સેકટરો ક્રિસમસ પહેલા પોતાના ઓર્ડરો પૂરા નહી કરી શકે.વૈશ્વિક બજારમાં તેના કારણે ઈમેજને નુકસાન થશે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યુ છે અને ખેડૂતો કૃષિ કાયદા પાછા ખેંચવા માટે અડી ગયા છે જ્યારે સરકાર તેમાં સુધારા કરવા માટે રાજી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.