Western Times News

Gujarati News

સુષ્મિતાની દીકરી સાથે રોહમન બાળક બની ગયો

મુંબઈ, સુષ્મિતા સેને પોતાના બોયફ્રેન્ડ અને દીકરી અલિસા સાથે એક મજેદાર વિડીયો શેર કર્યો છે. જેમાં બંને એક ફની ગેમ રમતા જાેવા મળી રહ્યા છે. આ મજેદાર ગેમ જાેઈને તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે. સુષ્મિતાએ આ વિડીયોને શેર કરતા રોહમન અને આલિસા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. આ ગેમમાં બંને કરીના કપૂરથી લઈને સારા અને કરિશ્મા કપૂર સુધીનું નામ લેતા દેખાઈ રહ્યા છે. વિડીયોના અંતમાં તેને શૂટ કરી રહેલી સુષ્મિતા પણ હંસવા લાગે છે અને તેની દીકરી તથા રોહમન પણ હસી રહ્યા છે. સુષ્મિતા સેનનો આ ઈન્સ્ટાગ્રામ વિડીયો આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. આ વિડીયોને ૬ લાખથી વધારે વખત જાેવાઈ ચૂક્યો છે અને ગેમના અંતમાં જીત રોહમનની થાય છે.

સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તે ઘણીવાર પોતાની દીકરીઓ અને બોયફ્રેન્ડ સાથે પોતાના વિડીયો અને તસવીરોને પોસ્ટ કરે છે. સુષ્મિતા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ઓપન છે અને તેની આ ખાસિયતના કારણે જ ફેન્સમાં તેનો ક્રેઝ છે. ઉલ્લેખનીય છે કે રોહમન લાંબા સમયથી સુષ્મિતાના પ્રેમના રંગમાં રંગાયેલો છે. આ પહેલા પાછલા મહિને જ સુષ્મિતાના બર્થડે પર તેણે સુંદર તસવીરની સાથે શાયરી લખીને બર્થ ડે વિશ કર્યું હતું. રોહમને જે તસવીર શેર કરી છે, તેમાં તે સુષ્મિતાના કપાળ પર ચૂમી આપી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.