Western Times News

Gujarati News

છોટદેપુરમાં ભરવાડ યુવકની ગોવાળ તરીકે રાખેલા મિત્રએ હત્યા કરી

છોટાઉદેપુર, એક શંકા અને મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું. આ ઘટના છોટાદેપુર જિલ્લાા કવાંટ તાલુકાના પાનવડ ગામમાં બની છે.ભરવાડ પરિવાર જે પશુપાલનનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે આ પરિવારના સંતાન યોેગેશ ભરવાડે તેના જ મિત્ર દુરસિંગ રાઠવાને ડોરને ચરાવવાનું કામ સોંપ્યુ હતું દુરસિંગ રાઠવા યોદેશના ઘરે જ રહેતો અને ખાતો પીતો અને ઢોર ચરાવતો હતો.દુરસિંગ અને યોગેશને મૈત્રી હતી સાથે આત્મીયતા પણ હતી.

દુરસિંગને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ યોગેશને હતી કેટલીકવાર સીમના એકાંત ભાગમાં જઇને યોગેશ ફોન પર વાતો કરતો હતો દુરસિંગને એક શંકા ગઇ કે યોગેશ તેની પ્રેમિકા સાથે વાત કરી છે બસ આ એક જ શંકા તેના મનમાં ધર કરી ગઇ અને દુરસિંગના મનમાં જે શંકા ઘર કરી ગઇ હતી તેને લઇ યોગેશ તેને કાંટાની માફક ખંુચવા લાગ્યો બસ તેને તેના રસ્તામાંથી કેવી રીતે હટાવવો તેની યોજના બનાવી અને દુરસિંગ રાઠવા સીમમાં ઢોર ચરાવવા ગયો હતો તેને બપોરના સમયે ફોન કરીને બોલાવ્યો યોગેશ ત્યાં આવતા તેની સાથે ઝઘડો કર્યો અને માથાના ભાગે અને હાથના ભાગે માર માર્યો આથી યોગેશ બેભાન થઇ ત્યાં ઢળી પડયો હતો દુરસિંગ તેને ખેતરમાં મુકી જતો રહ્યો યોગેશ પરત ન આવતા પરિવારમાં ચિંતા થવા લાગી અને તપાસ શરૂ કરવામાં આવી અને ગામના એક વ્યક્તિએ માહિતી આપી કે પાનવડના સામે કિનારેના કોતરમાં લાશ પડી છે આથી પરિવાર ત્યાં પહોંચ્યો જાેયું તો યોેગેશની જ લાશ હતી આથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે યોગેશની હત્યા કોણે કરી તેની તપાસ શરૂ કરી અને આરોપીને પકડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જેમાં પોલીસને સફળતા મળી પોલીસની તપાસમાં સામે આવ્યું કે યોગેશની હત્યા તેના ઘરે જ રહેતા તેના જ મિત્રે કરી છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યુ કે યોગેશ તેની પ્રેમિકા સાથે વાત કરે છે જેને લઇ તેની હત્યા કરી તેને હત્યાના ઇરાદે માર માર્યા બાદ તેને ખેતરમાં છુપાવી દીધો હતો. તે જીવતો નથીને એમ માની દુરસિંગે તેના ત્રણ મિત્રોને સ્થળ પર હોલાવ્યા આ સમયે યોગેશના શ્વાસ ચાલી રહ્યાં હતાં જેથી દુરસિંગ અને તેના ત્રણ મિત્રોએ યોગેશનું ગળુ દબાવીને મોત નિપજાવી દીધુ હતું અને લાશને ત્યાંથી રાત્રિના સમયે પાનવડની સામે કોતરમાં ચારેય યુવકોએ મળી પાણીમાં નાખી દીધી અને તેઓ ભાગી ગયા હતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.મૃતકના ભાઇએ આરોપીને સખ્તમાં સખત સજા થાય તેવી માંદ કરી છે.મિત્રએ જ મિત્ર સાથે વિશ્વાસધાત કરતા આ ચારેય નરાધમો પર લોકો ફિટકાર વસાલી રહ્યાં છે.જયારે યુવકની હત્યાથી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.