Western Times News

Gujarati News

મોદી ૧૯૬૪ બાદ એએમયુના કાર્યક્રમમાં સામેલ થનાર પહેલા વડાપ્રધાન હશે

અલીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીગ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સટી (એએમયુ)ના ૧૦૦ વર્ષ પુરા થવા પર આયોજ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે સંસ્થાન તરફથી જારી નિવેદન અનુસાર ૨૨ ડિસેમ્બરે આ સમારોહમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ ભાગ લેશે.

એએમયુના કુલપતિ પ્રો.તારિક મંસુરીએ કહ્યું કે એએમયુ સમુદાય વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાનના આભારી છીએ. તેમણે કહ્યું કે આ એતિહાસિક વર્ષ દરમિયાન વિશ્વ વિદ્યાલયનો વધુ વિકાસ થશે જેથી છાત્રોને ખાનગી અને જાહેર ક્ષત્રોમાં નિયુક્તિમાં મદદ મળશે.મંસુરીએ વિશ્વ વિદ્યાલયના સમુદાય કર્મચારીઓ સભ્યો છાત્રો અને પૂર્વ છાત્રોથી આગામી કાર્યક્રમમાં સક્રિય ભાગીદારીની અપીલ કરી તેમણે કહ્યું કે શતાબ્દી સમારોહમાં તમામ લોકો રાજનીતિકથી ઉપર ઉઠી સામલ થાય .

એ યાદ રહે કે આખરીવાર વર્ષ ૧૯૬૪માં કોઇ વડાપ્રધાને યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જયારે લાલ બહાદુર શાસ્ત્રીએ દીક્ષાંત સમારોહમાં ભાષણ આપ્યું હતું.આ મહીનાની શરૂઆતમા વિશ્વવિદ્યાલયે જાહેરાત કરી હતી કે શતાબ્દી સમારોહમાં રાષ્ટ્‌પતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ હોઇ શકે છે વિશ્વ વિદ્યાલયના સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય અતિથિમાં પરિવર્તન અંતિમ સમયમાં કરવામાં આવ્યું છે. મોહમ્મદ એગ્લો ઓરિએટલ કોલેજ એક ડિસેમ્બર ૧૯૨૦ના રોજ અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલય બન્યું અને તે વર્ષ ૧૭ ડિસેમ્બરે વિશ્વ વિદ્યાલયના રૂપમાં તેનું ઔપચારિક રીતે ઉદ્‌ધાટન કરવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.