Western Times News

Gujarati News

જાે બિડેનની સોગંદવિધિમાં ભીડ એકત્રિત થશે નહીં

વોશિંગ્ટન, અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ જાે બ્રિડેન અને નવા ચુંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે સોગંદવિધિ સમારોહનું આયોજન કરનારી સમિતિએ લોકોને અપીલ કરી છે કે તે કોરોના વાયરસને ધ્યાનમાં રાખી સોગંદવિધિ સમારોહમાં સામેલ ન થાય.બ્રિડેનની પોતાની આયોજીત સમિતિએ આ પહેલા જાહેરાત કરી હતી કે સોગંદવિધિ સમારોહ ૨૦ જાન્યુઆરીએ કેપિટોલ બિલ્ડીંગની બહાર આયોજીત કરાશે.

જયારે સોગંદવિધિ સમારોહથી સંબંધિત જાેઇન્ટ કોંગ્રેશનલ કમિટિએ કહ્યું હતું કે કોવિડ ૧૯થી સંબંધિત સાવધાનીના કારણે કાર્યક્રમમાં સામેલ થનારા લોકોની સંખ્યામાં મોટી કમી આવશે સોગંદવિધિ સમારોહમાં ભાગ લેવા માટે સામાન્ય રીતે કોંગ્રેસના સભ્યો અને તેમના વિસ્તારના મતદારો વચ્ચે ૨.૦૦.૦૦૦ ટીકીટોનંું વિતરણ થાય છે પરંતુ આ વખતે આયોજક ફકત ૧,૦૦૦ ટિકીટોનું વિતરણ કરશે એટલે કે કોંગ્રેસના નિર્વાચિત ૫૩૫ સભ્યો અને તેમની સાથે એક અતિથિ જ સોગંદવિધિ સમારોહમાં ભાગ લઇ શકશે સોગંદવિધિ સમારોહ માટે કોંગ્રેશનલ કમિટિની સાથે કામ કરનાર નવા નિર્વાચિત રાષ્ટ્રપતિની સમિતિએ પણ સમર્થકોને ઘર પરથી સોગંદવિધિ સમારોહ જાેવા કહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.