Western Times News

Gujarati News

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી નારાજ મોહમ્મદ આમિરે નિવૃત્તિની જાહેરાત

નવીદિલ્હી, પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે.આમિર ટેસ્ટ ક્રિકેટને પહેલા જ અલવિંદા કરી ચુકયો છે હવે તેણે અનિશ્ચિતકાળ સુધી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.તેના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

ટિ્‌વટર પર આમિરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોમાં આમિરે પીસીબી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આમિરે કહ્યું કે હું ક્રિકેટ છોડી રહ્યો છું મને નથી લાગતુ કે હું હાલના મેનેજમેન્ટની સાથે રમી શકુ છું.
આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે અને હવે હું વધુ સહન કરી શકુ નહીં મેં ૨૦૧૩થી ૨૦૧૫ વચ્ચે ઘણુ સહન કર્યું છે અને તે સમયે જે પણ થયું તે મં તેની સજા પણ ભોગવી છે.

તેણે કહ્યું કે જે બે લોકોએ હંમેશા મારો સાથ આપ્યો છે તે નઝમ સેઠી સાહેબ અને શાહિદ આફ્રદી છે કારણ કે બાકી ટીમ તે કહી રહી હતી કે આમિરની સાથે રમવું નથી આ પ્રકારનો મામલો બનાવવામા આવ્યો હતો.

૧૭ વર્ષની ઉમરમાં આમિરે ૨૦૦૯માં શ્રીલંકાની વિરૂધ્ધ વનડે અને ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું તો ઇગ્લેન્ડની વિરૂધ્ધ તેણે ટી ટવેન્ટી કેરિયરની શરૂઆત કરી હતી ૨૮ વર્ષના આ ખેલાડીએ પાકિસ્તાન માટે ૩૬ ટેસ્ટ ૬૧ વનડે અને ૫૦ ટી ટવેન્ટી મુકાબલા રમ્યા છે તેણે કુલ ૨૫૦ વિકેટ લીધી છે. જાે કે આમિર અને પાકિસ્તાન ક્રિકેટ તરફથી આ અંગે કાંઇ કહેવામાં આવ્યું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.