Western Times News

Gujarati News

એન્ટોની વેસ્ટ હેન્ડલિંગનો IPO 21 ડિસેમ્બર, 2020ના રોજ ખુલશે

પ્રાઇઝ બેન્ડ– રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરદીઠ રૂ. 313થી રૂ. 315- લઘુતમ બિડ 47 ઇક્વિટી શેર માટે અને પછી 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે

મુંબઈ, એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ (“કંપની”) ભારતીય એમએસડબલ્યુ મેનેજમેન્ટ ઉદ્યોગમાં બીજી સૌથી મોટી કંપની છે (નાણાકીય વર્ષ 2019-20 માટે અંદાજે રૂ. 5000 અબજ), જે 19 વર્ષથી વધારે સમયનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કંપની 21 ડિસેમ્બર, 2020ના રોજ રોકડ માટે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)નો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) (“ઇશ્યૂ”) લાવશે, Antony Waste Handling Cell IPO to open on December 21 2020

જેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 313થી રૂ. 315 છે. આઇપીઓમાં રૂ. 850 મિલિયનના ફ્રેશ ઇક્વિટી શેર અને 6,824,933 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે, જેમાં લીડ્સ (મોરેશિયસ) લિમિટેડનાં 1,390,330 ઇક્વિટી શેર, ટોનબ્રિજ (મોરેશિયસ) લિમિટેડનાં 2,085,510 ઇક્વિટી શેર, કેમ્બ્રિજ (મોરેશિયસ) લિમિટેડનાં 1,158,667 ઇક્વિટી શેર અને ગિલ્ડફોર્ડ (મોરેશિયસ) લિમિટેડનાં 1,158,667 ઇક્વિટી શેર સામેલ છે.

બિડ/ઇશ્યૂ 23 ડિસેમ્બર, 2020ના રોજ બંધ થશે. બિડ લઘુતમ 47 ઇક્વિટી શેરના લોટમાં અને પછી 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર થશે.

કંપની ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઉપયોગ આ માટે કરશેઃ (1) એની પેટાકંપનીઓ એજી એન્વાયરો અને/અથવા ALESPLમાં  રોકાણ દ્વારા પિમ્પરી ચિંચવાડમાં વેસ્ટ-ટૂ-એનર્જી પ્રોજેક્ટ માટે આંશિક ધિરાણ કરવા, (2) એની પેટાકંપની એજી એન્વાયરોમાં એની બાકી નીકળતી ઋણના હિસ્સાની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરીને ઋણ ઉમેરી કંપની અને એની પેટાકંપનીઓના કુલ ઋણમાં ઘટાડો કરવા અને (3) સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને IIFL સીક્યોરિટીઝ લિમિટેડ છે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી)માં થયેલા સુધારા (“SCRR”)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ”) રેગ્યુલેશન્સ, 2018 (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી છે. ઓફર બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જે સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)નું પાલન કરે છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ(“QIBs”, “QIB પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવામાં આવશે,

જેમાં શરત એ છ કે, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વસ્ટર પોર્શન”)ને સુસંગત કંપની અને વિક્રેતા શેરધારકો, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીનેQIBપોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે, જેમાંથી એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રાખવામાં આવશે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી પ્રાપ્ત માન્ય બિડ મળવાને અથવા એન્કર ઇન્વેસ્ટર એલોકેશનની કિંમતથી વધારે કિંમતે બિડ મળવાને આધિન છે.

અંડર-સબસ્ક્રિપ્શન કે એન્કર ઇન્વેસ્ટર પોર્શનના નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેરQIBપોર્શનમાં ઉમેરવામાં આવશે.ઉપરાંતQIBપોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતા)નો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખાQIBપોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામQIBબિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડને આધિન રહેશે.

વળી સેબી આઇસીડીઆર નિયમનો મુજબ, ચોખ્ખી ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

સાથે સાથે એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સને ઓફરમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ(“ASBA”)દ્વારા ઓફરમાં સહભાગી થવું જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો પ્રદાન કરવી પડશે, જેને SCSBs દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોનેASBAપ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી.

અહીં ઉપયોગ થયેલી તમામ મૂડીકૃત શબ્દો અને પરિભાષિત ન કરેલા શબ્દો આરએચપીમાં જણાવવામાં આવેલા અર્થો ધરાવે છે.

એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ વિશે:

1.      સંપૂર્ણ ક્ષમતાઓ સાથે ઇન્ડિયન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં બીજી સૌથી મોટી કંપની છે;

2.      જમીન પૂરવા નિર્માણ અને કામગીરી માટે ઇન-હાઉસ કુશળતા સાથે ભારતમાં લેન્ડફિલ નિર્માણ અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં મુખ્ય કંપનીઓ પૈકીની એક છે. કંપની દરરોજ 6,500 ટન એમએસડબલ્યુ સુધીની સંચાલન ક્ષમતા સાથે એશિયામાં એક જગ્યાએ સૌથી મોટો વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવે છે

3.      ઘન કચરાના પ્રોજેક્ટનો અમલ કરવામાં 19 વર્ષથી વધારે ગાળાનો ટ્રેક રેકોર્ડ. એમએસડબલ્યુની સંપૂર્ણ સેવા આપે છે, જેમાં સમગ્ર દેશમાં ઘન કચરાનું એકત્રીકરણ, પરિવહન, પ્રોસેસિંગ અને નિકાલની સેવાઓ સામેલ છે, જે મુખ્યત્વે ભારતીય મ્યુનિસિપાલટીઓને આપે છે

4.      કંપનીએ 25થી વધારે પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જેમાં 15 નવેમ્બર, 2020 સુધી 18 ચાલુ છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ, નવી મુંબઈ મ્યુનિસિપિલ કોર્પોરેશન, થાણે મ્યુનિસિપિલ કોર્પોરેશન, પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, નોર્થ દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશન, મેંગાલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન, ન્યૂ ઓખલા ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રેટર નોઇડા ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ સામેલ છે

5.      15 નવેમ્બર, 2020 સુધી કંપની 1,147 વાહનોનો કાફલો ધરાવતી હતી, જેમાંથી 969 વાહનો જીપીએસ ટેકનોલોજી સાથે સજ્જ છે અને 7,391 ફૂલ ટાઇમ કર્મચારીઓ ધરાવતી  હતી

6.      વેસ્ટ-ટૂ-એનર્જી (ડબલ્યુટીઇ) સહિત વિકસતાં વેસ્ટ મેનેજમેન્ટ એરિયામાં વિવિધતા લાવીને વેલ્યુ ચેઇન તરફ અગ્રેસર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.