Western Times News

Gujarati News

મહિલાને જીવનસાથી શોધવો મોંઘો પડ્યો ૬૫૦૦૦ની ઠગાઈ

અમદાવાદ: ટેકનોલોજીનો વ્યાપ બધા હવે લોકો ધીમે ધીમે હાઇટેક થતા જાય છે. જાે કે બીજી તરફ કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને નવી નવી મોડેસ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમને કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તો જાણે એવું લાગી રહ્યું છે કે ગઠિયાઓએ સાઇબર ક્રાઇમને પોતાનો કાયમી વ્યવસાય બનાવી દીધો છે.

અમદાવાદ શહેરની એક મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાની ભારે પડ્યું છે. મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે

કે તેમણે જીવન સાથે શોધવા માટે મેટ્રોમોનિયલ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં અતુલ શર્મા નામની વ્યક્તિનો તેમને મેસેજ આવ્યો હતો. મહિલાએ અતુલ શર્માનો પ્રોફાઈલ પિક્ચર જાેયું અને પોતે મૂળ ભારતીય પરંતુ હાલમાં યુકેમાં વસવાટ કરતો હોવાથી તેને પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટ વ્યક્ત હતો.

ત્યારબાદ બંને ફોનથી વાતચીત કરી હતી અને અતુલે મહિલા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. અને યુ.કે થી મહિલા માટે એક ગિફ્ટ મોકલવાનો પણ કહ્યું હતું. કેટલાક દિવસ બાદ મહિલાના મોબાઇલ ફોન પર એરપોર્ટ ચેકિંગ પરથી સોનિયા શર્મા નામની યુવતી નો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તેમનો પાર્સલ આવ્યું છે.

જેમાં કરન્સી ચેન્જ કરવાના અને ટેક્સના ચાર્જ પેટે રૂપિયા ૬૫,૦૦૦ ભરવાના છે. તેમ કહીને ફરિયાદી મહિલા ને એકાઉન્ટ નંબર આપ્યું હતું. જેથી મહિલાએ બેંકમાં જઇ આરટીજીએસ મારફતે રૂપિયા ૬૫,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. જાે કે બીજે દિવસે સોનિયા શર્મા નો ફરી ફોન આવ્યો હતો અને ફરિયાદી મહિલાના બેંક એકાઉન્ટની ડીટેલ્સ માગી હતી. મહિલાને શંકા ગઈ હતી કે પોતાની સાથે છેતરપિંડી થયેલ છે. જેથી તેને તરત જ બેંકનો સંપર્ક કર્યા બાદ સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી અને પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આમ મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ ધરાવતી અને લગ્ન કરવા માંગતી યુવતીઓ માટે આ કિસ્સો ચેતવણીરૂપ સમાન છે. કારણ કે ઠગ દ્વારા હવે રૂપિયા ખેખેરવાનો નવો કીમિયો શોધી લેવામાં આવ્યો છે. જાેકે, આ કિસ્સાનો બહોળો પ્રસાર થાય તો અન્ય ભોગ બનનાર મહિલાઓ પણ સામે આવી શકે અને આ એક સુચારું કૌભાંડ હોય તેવી આશંકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.