Western Times News

Gujarati News

ગૌતમ અદાણીની સંપત્તિ છ ગણી વધી, ચાલુ વર્ષે મૂકેશ અંબાણી કરતાં પણ વધુ કમાયા

નવી દિલ્હી, દેશના ધુરંધર ઉદ્યોગપતિઓમાં મોખરે રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં ચાલુ વરસે છ ગણો વધારો નોંધાયો હતો. 2020ના વર્ષમાં તેમની કમાણી મૂકેશ અંબાણી કરતાં પણ વધુ હતી.

સૌર ઊર્જા પ્રોજેક્ટ છ અબજ ડૉલર્સના સોદા પછી તેમની સંપત્તિમાં છ ગણો વધારો નોંધાયો હતો. આ સોદાના પગલે વિશ્વની ગ્રીન એનર્જી સેક્ટરની કંપનીઓમાં અદાણીનું નામ ટોચ પર આવી જવાની શક્યતા હતી.

2020ના એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ 8 ગીગાવોટની સોલર એનર્જીની બીડ જીતી લીધી હતી. આ સોદો મેળવવાની સાથે કંપની 2025 સુધીમાં 25 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જીની ક્ષમતાના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી.

છ અબજ ડૉલર્સના સોદા પછી અદાણીના શૅર અને અદાણીના નેટવર્થ બંનેમાં ખાસ્સો વધારો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રીનના શૅરમાં જબરદસ્ત ઊછાળો નોંધાયો હતો.

2020ના જાન્યુઆરીની પહેલીએ અદાણી ગ્રીનનો શૅર દીઠ 175 રૂપિયા ભાવ હતો. આજે એ શૅરનો ભાવ 1200 રૂપિયા છે. અદાણીની માર્કેટ કેપિટલે 1 લાખ 50,000 કરોડના આંકને વટાવી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.