Western Times News

Gujarati News

હાથ જોડીને અને માથુ ઝુકાવીને આશંકાનુ સમાધાન કરવા તૈયાર છું, પીએમ મોદીનો ખેડૂતોને સંદેશ

નવી દિલ્હી, પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં ખેડૂત સંમેલનમાં કરેલુ ભાષણ એક રીતે આંદોલનકારી ખેડૂતો માટે સંદેશ સમાન હતુ.

કારણકે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, જો કોઈને પણ આશંકા હોય તો અમે હાથ પગ જોડીને અને માથુ ઝુકાવીને ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે.દેશના ખેડૂતોનુ હિત જ અમારા માટે સર્વોપરી છે.હું 25 ડિસેમ્બરે ફરી ખેડૂતો સાથે વાત કરવાનો છું.

તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષોએ ખેડૂતોને લોનના નામે લૂંટયા છે.તેમણે ક્યારેય ખેડૂતોના દેવા માફ કર્યા નથી.કોંગ્રેસ દ્વારા ખાલી મોટા ખેડૂતોનુ દેવુ માફ કરાતુ હતુ અને તેઓ સમજતા હતા કે અમારુ કામ પુરુ થઈ ગયુ છે.મારી સરકાર ખેડૂતોને દર વર્ષે 75000 કરોડ રુપિયા કિસાન સન્માન યોજના હેઠળ આપી રહી છે.જો જુની સરકારોને ખેડૂતોની ચિંતા હોત તો 100 જેટલા સિંચાઈ પ્રોજેક્ટ પૂરા થયા વગરના લટકતા ના હોત.અમારી સરકાર હવે કરોડો રુપિયા ખર્ચીને આ પ્રોજેક્ટોને પૂરા કરી રહી છે.સરકાર ખેડૂતોને થતો ખર્ચ ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે.ખેડૂતોને વીજળીનુ બિલ બચે તે માટે સસ્તામાં સોલર પંપ પણ આપી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, યુપીએ સરકારમાં ખેડૂતોને યુરિયા નહોતુ મળતુ.આજે આ પરેશાની ખતમ થઈ ગઈ છે.ખેડૂતોની સબસિડીના નામે જુની સરકારો દ્વારા થતો ભ્રષ્ટાચાર પણ અમારી સરકારે ખતમ કર્યો છે.સરકાર વારંવાર પૂછી રહી છે કે, ખેડૂતાના કાયદામાં કયા મુદ્દે તકલીફ છે અને તેનો જવાબ વિપક્ષો પાસે નથી.જેમની રાજકીય જમીન ખસી ગઈ છે તેઓ આજે ખેડૂતોને ડરાવી રહ્યા છે કે, તમારી જમીન જતી રહેશે.આ જ લોકોએ સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ આઠ વર્ષ સુધી દબાવી રાખ્યો હતો.જો અમારે એમએસપી ના આપવી હોત તો આ કમિટીના રિપોર્ટને લાગુ કર્યો ના હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.