Western Times News

Gujarati News

યુપી સરકારે આઝમખાન સામે વધુ 11 કેસ નોંધી પોલીસ ફરિયાદોની સેન્ચુરી ફટકારી

લખનૌ,  યુપીની યોગી આદિત્યનાથની સરકારે સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન સામે આરોપોની સદી ફટકારી છે.

આઝમ ખાન સામે બીજા 11 કેસ થયા બાદ હવે તેમની સામે થયેલા કુલ કેસની સંખ્યા 100 પર પહોંચી ચુકી છે.વિશેષ કોર્ટને પોલીસે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આઝમ ખાન સામે બીજા 11 ગુના નોંધવામાં આવ્યા છે.આ પહેલા આ કેસમાં માત્ર આઝમખાનના સહયોગીઓના નામ હતા પણ ફરિયાદો મળ્યા બાદ હવે તેમાં આઝમખાનનુ નામ પણ આરોપી તરીકે જોડવામાં આવ્યુ છે.

પોલીસે કહ્યુ હતુ કે, જે નવા કેસ છે તેમાં આઝમ ખાન અને તેમના સહાયકો દ્વારા ગેરકાયદેસર રીતે મકાન તોડવાના અને સહયોગી દ્વારા લૂટફાટ કરવાના આરોપ સામેલ છે.આ કેસ 2019માં થયા હતા.તે સમયે ફરિયાદો દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરમાં આઝમખાનનુ નામ નહોતુ પણ હવે તપાસ દરમિયાન જે લોકોના નિવેદન લેવાયા છે તેમાં આઝમખાનની પણ સંડોવણી બહાર આવી છે.

ઉલ્લેખનીય છે કે, આઝમખાન અને તેમના પત્ની તંજીન ફાતિમા તેમજ પુત્ર અબ્દુલ્લા આઝમ હાલમાં જેલમાં છે.આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી તેમને જેલમાં રાખવામાં આવ્યા છે.આઝ મ સામે વીજળી ચોરી, પુસ્તકોની ચોરી અને ત્યાં સુધી બકરી અને ભેંસ ચોરવાના પણ કેસ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.