Western Times News

Gujarati News

દુનિયાનો પહેલો દેશ બનશે ઇઝરાયેલ, રસી લેનારને આપશે ગ્રીન પાસપોર્ટ,

નવી દિલ્હી, ઇઝરાયેલે પોતાના નાગરિકોને ગ્રીન પાસપોર્ટ આપવાની જાહેરાત કરી હતી. આવું કરનારો એ દુનિયાનો પહેલો દેશ બન્યો હતો.

જે લોકો કોરોનાની રસી લેશે એવા લોકોને અન્ય દેશોની મુલાકાત લેવા માટે આવો પાસપોર્ટ આપવાની શરૂઆત ઇઝરાયેલ કરી રહ્યું હતું. આવો પાસપોર્ટ હોય એવા નાગરિકોને અન્ય દેશો આવતાંની સાથે ક્વોરંટાઇન કે આઇસોલેશનમાં ન બેસાડી દે એ હેતુથી આવો પાસપોર્ટ તૈયાર કરાયો હતો.

ઇઝરાયેલી મિડિયાના રિપોર્ટ મુજબ અગાઉ જે રેસ્ટોરાંની મુલાકાત લેવા પર પ્રતિબંધ હતો ત્યાં પણ ગ્રીન પાસપોર્ટ ધરાવનારા જઇ શકશે અને પોતાની ઇચ્છા થાય એવી વાનગીઓ ખાઇ શકશે. આવો પાસપોર્ટ મેળવવા ઇચ્છુક નાગરિકોએ રસીના બે ડૉઝ ફરજિયાત લેવાના રહેશે.

જો કે આવું કરવા પાછળ ઇઝરાયેલ સરકારનો હેતુ બીજો જ હોવાના અહેવાલ હતા. એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલના 75 ટકા નાગરિકો કોરોનાની રસી લેવા માગતા નથી કારણ કે તેમને એવો ડર છે કે બકરું કાઢતાં ક્યાંક ઊંટ પેસી ન જાય. એટલે લોકોને રસી લેવાની પ્રેરણા આપવા માટે આ જાહેરાત કરાઇ ઙતી.

ઇઝરાયેલના આરોગ્ય પ્રધાન યુલી એંડલસ્ટીને ચેનલ થર્ટીન સાથે વાત કરતાં કહ્યું કે ગ્રાન પાસપોર્ટની મદદથી આપણા નાગરિકો દુનિયાના ગમે તે દેશની મુલાકાત વાયરસના ટેસ્ટ કરાવ્યા વિના કે ક્વોરંટાઇનના ભય વિના કરી શકશે. હાલ દુનિયાના મોટા ભાગના દેશો બહારથી આવતા નાગરિકોના કોરોના ટેસ્ટનો આગ્રહ રાખતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.