Western Times News

Gujarati News

કુશવાહા પર ટીપ્પણી કરવા બદલ કંગના સામે મામલો દાખલ

ગયા, બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આજકાલ ફિલ્મોથી વધુ પોતાના રાજનીતિક નિવેદનોને લઇ ચર્ચામાં બની રહે છે અનેકવાર કંગના માટે તેમના નિવેદન મુસીબત બની જાય છે નવો મામલો બિહારના ગયા જીલ્લાનો છે જયાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાની ઉપર ટીપ્પણી કરવાને લઇ તેમના પર ગયા સિવિલ કોર્ટમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.

કગનાએ તાજેતરમાં રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને લઇ ટ્‌વીટર પર ટીપ્પણી કરી હતી બોલીવુડ અભિનેત્રીની આ ટીપ્પણીને વાંધાજનક અને માન સમ્માનને ઠેંસ પહોંચાડનારી બતાવતા તેમના પર મામલો દાખલ કરવામાં આવ્યો વકીલ શંભુ પ્રસાદે કહ્યું કે કોઇ પણ નેતાની વિરૂધ્ધ અપમાનજનક ટીપ્પણી કરવો અપરાધ છે આથી આપણે અદાલતમાં આપણી ફરિયાદને ધ્યાનમાં લેવા માટે કહ્યું છે.

બોલીવુડ અભિનેત્રીએ તેમની ચુંટણી સભાની મજાક ઉડાવતા ટ્‌વીટને રીટ્‌વીટ કર્યું ફની સિંહ નામના ટ્‌વીટર હૈંડલે ઉપેન્દ્ર કુશવાહાની તસવીર સંયુકત કરી તસવીરમાં તેમની સાથે અન્ય અનેક નેતા પણ જાેવા મળી રહ્યાં હતાં આ તસવીર તમામ નેતાઓને લુટિયંસ લિબરલ જેહાદી આઝાદ કાશ્મીર અર્બન નકસલ,કમ્યુનિસ્ટ અને ખાલિસ્તાની બતાવવામાં આવ્યા છે.આ તસવીરની સાથે પોસ્ટમાં તમામ નેતાઓને ટુકડે ટુકડા ગેંગના નવા સ્ટાર કહેવામાં આવ્યું હતું જયારે રનોતે આ ટ્‌વીટને રીટ્‌વીટ કર્યં જેના પર રાલોસપાને વાંધો વ્યકત કરી મામલો દાખલ કરાવ્યો છે.

તાજેતરમાં જ કંગના રનૌતે વૃધ્ધ કિસાન દાદીને બિલકિસ બાનો બતાવતા મજાક ઉડાવી હતીે તેના પર દિલજીત દોસાંઝાએ લખ્યું કે માણસોએ આટલા પણ ખરાબ થવું જાેઇએ નહીં કંગનાને દિલ્હીમાં ચાલી રહેલ કિસાનોના વિરોધ બાદથી વૃઘ્ધ શિખ મહિલાની બાબકમાં એક ટ્‌વીટ કરવા માટે કાનુની નોટીસ મળે છે. ત્યારબાદથી દિલજીતે પણ સોશલ મીડિયા પોસ્ટ લખતા કંગના પર નિશાન સાધ્યું હતું અને ત્યારથી બંન્ને વચ્ચે સોશલ મીડિયા વોર શરૂ થઇ ગયંુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.