Western Times News

Gujarati News

૫ મહિનામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ૨૫,૦૦૦ કેસ, દિલ્હી ટૉપ પર

File Photo

નવીદિલ્હી, રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) સાથે અમેરિકી સંગઠન તરફથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા માત્ર ડરાવતા જ નથી બલકે કેટલીક હદ સુધી પરેશાન પણ કરે છે. આ આંકડાઓ મુજબ ભારતમાં પાછલા પાંચ મહિનામાં ૨૫,૦૦૦ રૂપિયાથી વધુ એવા કેસ નોંધાયા છે જેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલ મટિરિયલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના હવાલે જાણકારી મળી છે.

અમેરિકાના નેશનલ સેન્ટર ફૉર મિસિંગ એન્ડ એક્પ્લૉયટેડ ચિલ્ડ્રેન (એનસીએમઈસી)એ એનસીઆરબી સાથે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલ આ રિપોર્ટ શેર કરી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂજ મટિરિયલને અપલોડ કરવાના મામલામાં દિલ્હી ટૉપ પર છે. જે બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. ઑફિસર તરફથી દરેક રાજ્ય વિશે વિસ્તારથી કોઈપણ જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો.

અહેવાલ આવ્યા છે તેમાં મહારાષ્ટ્રના એક આઈપીએસ ઑફિસરના હવાલેથી લખવામાં આવ્યું છે કે ૧૭૦૦ કેસની વિસ્તૃત જાણકારી એનસીઆરબની રાજ્ય સાઈબર એકમ પાસે મોકલવામાં આવી છે. સૂત્રો મુજબ ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ સુધી બાકી રાજ્યો તરફથી પણ જે કેસ આવ્યા છે, તેની સંખ્યા પણ આવા પ્રકારની જ છે. ગૃહ મંત્રાલયના એક અધિકારી મુજબ કેટલીય એફઆઈઆર આ સિલસિલામાં નોંધાઈ ચૂકી છે અને એનસીએમઈસી તરફથી આંકડા શેર કર્યા બાદ દેશભરમાં ધરપકડ થઈ છે.

મહારાષ્ટ્રના ઑફિસર મુજબ દોષિતોને પકડવા માટે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું તેને ‘ઓપરેશન કોડનેમ’ નામ આપવામાં આવ્યું છે. રાજ્યની પોલીસે આના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કર્યું. આ એસઓપી બાદથી જ આવા પ્રકારના કેસ નિપટી રહ્યા છે. એનસીએમઈસી એક ખાનગી નૉન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે જેને અમેરિકી કોંગ્રેસ તરફથી વર્ષ ૧૯૮૪માં શરૂ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય બાળ યૌન ઉત્પીડનના મામલા ઘટાડવા અને આ પ્રકારના મામલા રોકવાનું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.