Western Times News

Gujarati News

મ્યુનિ.મિલ્કતવેરાનું ઓનલાઈન મોડ્યુલ ખામીયુક્ત

રફ રજીસ્ટર્ડ અને મોડ્યુલની વિગતોમાં તફાવતની ફરીયાદો

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન રેવન્યુ આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશનને દર વરસે મિલ્કત, વ્યવસાય તથા વાહનવેરા પેટે રૂા.૧૨૦૦ કરોડ જેટલી આવક થાય છે. મિલ્કતવેરાની નવી-જૂની ફોમ્ર્યુલા પેટે કરોડો રૂપિયાના લેણા બાકી છે. જેની વસુલાત માટે દર વરસે રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. તેમજ નવી ડીમાન્ડના ૮૪ ટકા આવક થાય તે માટે એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર થાય છે. તેમ છતાં ટેક્ષ વિભાગમાં ચાલતી લાલિયાવાડીના કારણે તંત્ર દર વરસે કરોડો રૂપિયાની આવક ગુમાવી રહ્યું છે. મ્યુનિ. ટેક્ષ વિભાગના ઓનલાઈન મોડ્યુલમાં પણ ઘણી ખામીઓ હોવાની વિગતો બહાર આવી છે. તદુપરાંત મ્યુનિ.ટેક્ષ વિભાગના ફીલ્ડ સ્ટાફ, અધિકારીઓ તથા ટી.સી.એસ.વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે મ્યુનિ.તિજાેરીને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગ તેના વિવિધ છબરડાઓ માટે પ્રખ્યાત છે. ટેક્ષ ખાતાના છબરડાઓના કારણે નાગરીકો પરેશાન થાય છે જ્યારે તંત્ર આવક ગુમાવી રહ્યું છે. ટેક્ષ ખાતા દ્વારા દર ચાર વરસે ચર્તુવર્ષીય આકારણી કરવામાં આવે છે. તેના રફ રજીસ્ટરમાં કરવામાં આવતી નોંધ તથા બીલની વિગતમાં તફાવત જાેવા મળતો હોય છે. રફ રજીસ્ટર્ડમાં વપરાશ પરિબળ કોમર્શીયલ દર્શાવવામાં આવ્યું હોય તો ઈ-ગવર્નન્સ મોડ્યુલમાં “સેલ્ફ” લખવામાં આવે છે. તેવી જ રીતે વપરાશકર્તામાં ભાડુઆતના બદલે સેલ્ફનો ઉલ્લેખ થાય છે. રફ રજીસ્ટર્ડમાં દર્શાવેલ માપ અને બીલમાં લખવામાં આવેલ માપમાં પણ ફરક જાેવા મળ્યો હોય છે. ટી.સી.એસ.ના સોફ્ટવેરમાં ખામી હોવાના કારણે પણ તંત્રને નુકશાન થઈ રહ્યું હોવાના વારંવાર આક્ષેપ થતા રહ્યા છે.

ટેક્ષ ખાતામાં વિવિધ પ્રકારના પરિબળોમાં સક્ષમ સત્તાની મંજૂરી લીધા બાદ જ સુધારા-વધારા કરવામાં આવે છે. પરંતુ પ્રોપર્ટી ટેક્ષના ઓનલાઈન મોડ્યુલમાં કયા પરિબળોમાં સુધારા કરવામાં આવ્યા છે તેમજ સુધારા કરતા પહેલાં કયા પરિબળ હતા તેની ચોક્કસ માહિતી મળતી નથી. તેવી જ રીતે ખાતા દ્વારા કરવામાં આવેલા સુધારાના તારીખ અને મહિનાની વિગત ઓનલાઈન માડેયુલમાં જાેવા મળતી નથી. માત્ર સુધારાનું વર્ષ જ જાેવા મળે છે. તેથી ડીમાન્ડ ગણતરીમાં મોટો તફાવત આવે છે. ભૂતકાળમાં ટેક્ષના ડીમાન્ડની પ્રિન્ટ કાઢવામાં આવતી હતી જે બંધ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી છે. જેના કારણે ડીમાન્ડની રકમમાં ભૂલ થાય છે.

મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ ઓનલાઈન મોડ્યુલ ખામીયુક્ત હોવાના કારણે તંત્ર અને નાગરીકોને પરેશાન થઈ રહ્યા છે. મિલ્કતવેરાની ડીમાન્ડ અને આવકમાં તફાવત ન આવે તે માટે વોર્ડ વાઈઝ હિસાબ તૈયાર કરવા જરૂરી છે. ટેક્ષની જે આખર બાકી હોય તે જ રકમ શરૂાતની બાકી તરીકે દર્શાવવામાં આવી છે તે મુજબનું વોર્ડદીઠ સર્ટીફીકેટ લેવામાં આવે તે આવશ્યક છે. ટેક્ષખાતા દ્વારા વધુ આવક દર્શાવવા ૩૧મી માર્ચના દિવસે ચેકો ભરવામાં આવે છે. જે ચાર-પાંચ દિવસ બાદ પરત આવે છે. પરંતુ રીટર્ન ચેકની રકમ પૂર્ણ થયેલા વર્ષની આવકમાંથી બાદ કરવામાં આવતી નથી. પ્રોપર્ટી ટેક્ષ મોડ્યુલમાં ફેક્ટર “પસંદ” કરવા “સિલેક્ટ મેનુ”નો સમાવેશ થાય તે જરૂરી છે.

હાલ, વપરાશ પરિબળ સામે લાગુ પડતા ફેક્ટર મેન્યુઅલી એન્ટર કરવામાં આવે છે. જેના કારણે ભૂલ થવાની શક્યતા રહે છે. નવા બાંધકામના વેલ્યુએશનમાં પણ મોટી ગરબડ થતી હોય છે. દરેક ોન-વોર્ડમાં બાંધકામ પૂર્ણ થાય તે વર્ષથી વેલ્યુએશન થાય તે જરૂરી છે. જેના બદલે ચતુવર્ષીય આકારણી સમયે નવી મિલ્કતોના વેલ્યુએશન થતા હોય છે. મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા બી.યુ.પરમીશનની વિગત વેબસાઈટ પર પહેલા વેલ્યુએશન સર્ટી.ની માંગણી કરવામાં આવે તો ટેક્ષની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.