Western Times News

Gujarati News

અણુ કરારમાં યુએસ સામેલ થાય તેવી ઈરાનને આશા

તહેરાન,  ઇરાને અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જાે બિડેનના નેતૃત્વના વખાણ કર્યા છે. ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે તેમને કોઇ શંકા નથી કે બિડેન પ્રશાસન ૨૦૧૫ના પરમાણુ કરારમાં ફરીથી સામેલ થશે. આપને જણાવી દઇએ કે મે,૨૦૧૮માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર પરમાણુ કરારના ઉલ્લંઘનનો આરોપ મૂકતા એકતરફી તોડવાની જાહેરાત કરી હતી. આ કરારમાં ઇરાન, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન, રશિયા અને યુરોપિયન યુનિયન સામેલ હતું.

રૂહાનીએ કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઇરાનનો પ્રતિરોધ ભવિષ્યની અમેરિકન સરકારને ઝૂકાવવાનું, તેમની પ્રતિબદ્ધતાઓ પર પાછા આવવાનું અને અમારી ઉપર લાગેલા પ્રતિબંધોને તોડવા પર મજબૂર કરશે. અમારું પહેલું કામ પ્રતિબંધોને અપ્રભાવી કે ઓછા પ્રભાવી બનાવાની કોશિષ કરવાની છે. આ પ્રયાસમાં એક કલાક માટે પણ મોડું કરવું જાેઇએ નહીં.

ઇરાની અધિકારીઓએ કહ્યું કે તેમનો દેશ એ શરત પર જેસીપીઓએમાં પાછો ફરવા માટે તૈયાર થશે જ્યારે મોટું વળતર ચૂકવવામાં આવે. અમેરિકાએ અમને પ્રતિબંધોથી થયેલ આર્થિક નુકસાનીની ભરપાઇ માટે વળતર પણ આપવું પડશે. બિડેન એ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં પોતાના ભાષણોમાં એ સંકેત આપ્યા હતા કે તેઓ ઇરાનની સાથે પરમાણુ કરારમાં ફરીથી સામેલ થઇ શકે છે.

આની પહેલાં ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખમનેઇ એ પણ ઓબામા પ્રશાસનના વખાણ કર્યા હતા. ખમનેઇએ કહ્યું હતું કે ઇરાનને પ્રતિબંધોને ઘટાડવા માટે કામ કરવાની જરૂરિયાત છે. જાે પ્રતિબંધોને યોગ્ય, બુદ્ધિમાન, ઇરાની-ઇસ્લામી અને ગરિમાપૂર્ણ રીતે ઉઠાવાશે તો ઇરાન તેનું સમર્થન કરશે. ઇરાનના બે સર્વોચ્ચ નેતાઓની આ ટિપ્પણીઓથી સંકેત મળી રહ્યા છે કે તેઓ બિડેન પ્રશાસનથી ખૂબ જ આશાવાન છે.

ઇરાની રાષ્ટ્રપતિ રૂહાની એ અમેરિકાની સત્તા પરથી ટ્રમ્પની વિદાય પર ખુશી વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યાલય છોડી રહ્યા હતા. તેમણે ટ્રમ્પને અધર્મી, અરાજક, અને આતંકવાદી ગણાવ્યા હતા. રૂહાની એ કેબિનેટને આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે અમે બિડેનના આવવાથી બહુ ખુશ નથી પરંતુ અમે ટ્રમ્પની વિદાય પર ખુશ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.