Western Times News

Gujarati News

ડિસેમ્બરના અંતે ને જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેત

Files photo

ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટશે. હાલ કાશ્મીરમાં થયેલી હિમ વર્ષાના કારણે ઉત્તર તરફના ઠંડાગાર પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના આબુમાં તાપમાનનો પારો માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે ગગડી ગયો હતો. આબુના નખી તળાવમાં બોટ અને પાણીની વચ્ચે બરફ જામી ગયો હતો.

મેદાનોમાં પણ જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. આ સાથે શુક્રવારે નલિયામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી તાપમાન ૨.૫ ડીગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ ૨ દિવસ ઠંડી રહેશે બાદમાં સોમ અને મંગળવારે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે ઠંડીમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાશે. બાદમાં ઠંડી સતત વધતી રહેશે. ખાસ કરીને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અને સમગ્ર જાન્યુઆરી માસમાં આકરી ઠંડી પડી શકે છે. શુક્રવારે જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૦.૩, મહત્તમ ૨૯.૪ ડિગ્રી રહ્યું હતું.

જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૬૯ ટકા અને બપોર બાદ ૩૫ ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ ૫ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ગિરનાર પર્વત પર ૫.૩ ડિગ્રી કડકડતી ઠંડી પડી હતી પરિણામે લોકોને દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડી હતી. નલિયામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ૨૦૧૦થી લઈ અત્યાર સુધીના ડિસેમ્બર મહીનામાં તાપમાન નીચું નોંધાયું નથી. શુક્રવારે નલિયાનું લઘુતમ તાપમાન ૨.૫ ડીગ્રી નોંધાયું હતુ. જાેકે, ૨૦૧૩માં ૨૮ ડિસેમ્બરે નલિયામાં ૨.૬ ડીગ્રી તાપમાન નોંધાયું હતું અને રેકોર્ડ બનાવ્યો હતો.

ફરી આ વર્ષે એટલે કે ૧૮ ડિસેમ્બર ૨૦૨૦ના નવો રેકોર્ડ બન્યો છે. જાેકે નલિયામાં ૧૯૬૪માં નલિયાનું તાપમાન ગગડીને ૦૦.૬ ડીગ્રી નોંધાયું હતું. જે આજ સુધી રેકોર્ડ તૂટ્યો નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે નલિયાનું તાપમાન સૌથી નીચું નોંધાયું છે આગામી ૪૮ કલાક નલિયામાં કોલ્ડ વેવ રહેશે. અને રાજ્યના અન્ય શહેરો પણ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે.

એટલે કે આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહશે.અને બે દિવસ બાદ તાપમાનમાં ઊંચું નોંધાશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે. હાલ પડી રહેલી કાતીલ ઠંડીના કારણે રવિ પાક તેમજ કેરી જેવા ફળાઉ પાકને ફાયદો થશે. ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના રવિ પાકને આવું ઠંડું વાતાવરણ માફક આવે છે. જ્યારે કેરીના પાકમાં હાલ ફ્લાવરીંગની પ્રક્રિયા તેમજ કેરી બંધાવાની પ્રક્રિયા થઇ રહી છે. ત્યારે આ ઠંડીથી પાકને ફાયદો થશે. પરંતુ જાે, લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રીથી નીચે આવી જશે તો આવા વાતાવરણથી પાકને નુકસાન થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.