Western Times News

Gujarati News

જાહેરમાર્ગ અને રસ્તા પર પતંગ નહીં ઊડાવી શકાય

પ્રતિકાત્મક

રાજકોટ: કોરોના કાળમાં તહેવારો ઉજવવા દુષ્કર બની ગયા છે. દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ કોરોના કેસોનો રાફડો ફાટ્યો હતો. દિવાળીમાં ઠેરઠેર જાેવા મળેલી ભીડ બાદ કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં માથુ ઉંચક્યું છે. ત્યારે હવે સરકાર અને પોલીસ આ મામલે કોઈ ઢીલ રાખવા માંગતી નથી. ત્યારે હવે ઉત્તરાયણના તહેવાર પર સૌની નજર છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજકોટ પોલીસ દ્વારા મહિના અગાઉ જ ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડી દીધું છે. જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો. ચાઈનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. ૧૮ ડિસેમ્બરથી તા.૧૬જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ પડશે. રાજકોટ પોલીસના જાહેરનામા અનુસાર, અનેક સૂચનાઓ આપવામાં આવી છે. જેનું રાજકોટવાસીઓએ પાલન કરવાનું રહેશે.

રાજકોટમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તામાં પતિંગ ઉડાવી નહિ શકે. ભયજનક ધાબા પર પણ પતંગ ઉડાવી શકાશે નહિ તેવી પણ સૂચના આપવામાં આવી છે. ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહિ. લોકોની લાગણી દુભાય તેવા લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહિ, હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બામ્બૂ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહિ, જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહિ,

જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. રાજકોટવાસીઓ લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જ આ જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી લોકો ઉત્તરાયણની ઉજવણીમાં સંયમ જાળવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.